Abtak Media Google News

 

વર્ષ ૨૦૨૨ સુધીમાં ક્રુડ આયાતમાં ૧૦૦ ટકા ઘટાડો કરવાના પ્રયાસો બાયોફયુલ રીફાઇનરીઓમાં રોકાણ કરવા કંપનીઓને આકર્ષાશે

હાલ દિવસે ને દિવસે ક્રુડની માંગ વધી જઇ રહી છે. જેના પગલે ક્રુડ આયાતમાં પણ વધારો થયો છે. જેને ૧૦ ટકા સુધી ઘટાડવા મોદી સરકારે લક્ષ્યાંક સેવ્યો છે. પીએમ મોદીના આ લક્ષ્યાંકને પુર્ણ કરવામાં બાંબુ ક્રુડ ઉપયોગી નીવડશે. દેશના મોટાભાગના બાંબુનુ ઉત્પાદન ચાના બગીચા માટે જાણીતા આસામમાં થાય છે.

બાંબુ ક્રુડનો ઉ૫યોગ વાહનોમાં કરાશે. આ માટે નમુલીગઢ રીફાઇનરી લીમીટેડ અને ફિનીશ ટેકનોલોજી ફર્મ ચેમ્પોલીસ ઓયની વચ્ચે ર૦૦ મીલીયમ ડોલર જોઇન્ટ વેન્ચર કરારો થયા છે. કે જે આસામમાં દર વર્ષે બાંબુ થકી ૬૦ મીલીયન (૬ કરોડ) લીટર ઇથેનોલનું ઉત્પાદન કરશે. આ ૬ કરોડ લીટર ઇથેનોલ કે જે દેશના સંપૂર્ણ ઉત્તર પૂર્વ વિસ્તારમાં ગેસોલીનની જરુરીયાતને સંતોષવા ભારે મદદરુપ થશે.

જણાવી દઇએ કે દેશમાં થતાં કુલ બાંબુ ઉત્પાદના ત્રીજા ભાગનું ઉત્પાદન હિમાલય સહીતના ઉત્તર પૂર્વ ભાગના આઠ રાજયોમાં થાય છે રાજયસ્તરની રીફાઇનરી કંપનીના મેનેજીંગ ડીસેટર એસ.કે. બારુઆએ કહ્યું કે ઉત્તર પૂર્વ રાજયોમાં દરેક સ્થળે બાંબુ ઊગે છે. ત્યાં વિપુલ પ્રમાણમાં બાંબુનું ઉત્૫ાદન થાય છે. અને બાંબુના ઉપયોગથી ક્રુડની માંગને સંતોષી શકાય છે.

વર્ષ ૨૦૨૨ સુધીમાં ક્રુડ આયાત બીલમાં ૧૦ ટકાનો ઘટાડો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષ્યાંક સેવ્યો છે.

જેને હાંસલ કરવા બાયો ફયુલ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ-વિસ્તાર કરવાનું જરુરી બન્યું છે. જે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧પ બીલીયન ડોલરનું માર્કેટ હડપી લેશે કૃષિ થકી ઇથેનીલના ઉત્પાદનને વધારવા ઇન્ડિયન ઓઇલ કંપનીઓ બાયોફયુલ રીફાઇનરીઓમાં રોકાણ કરશે.

એસ.કે. બારુઆએ વધુમાં જણાવતા કહ્યું કે ભારતના એનજી સીકયુરીટીમાં બાંબુ મહત્વનો ફાળો ભજવશે અને તેનાથી ગ્રીન ફયુલના ઉપયોગને પ્રોત્સાહન બળ પુરુ પડશે. બાંબુ થકી ક્રુડનું ઉત્પાદનનો પ્રથમવાર પ્રયોગ કરાશે જે ખુબ જટીલ નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.