Abtak Media Google News

શરીરની તંદુરસ્તી માટે ફળ આહાર ખૂબ ઉપયોગી છે. વિટામિન તેમજ શક્તિનું પાવર હાઉસ કહી શકાય એવું એક ફળ એટલે બનાના(કેળા). કેળાએ બારેમાસ મળતું ફળ છે. બાળકોથી લઇને વૃધ્ધો સુધી સ્વાદમાં અતિપ્રિય ફળ કેળાથી શરીરમાં મીનરલનો વધારો કરી શકાય છે.

કેળાના ઉપયોગને ફાયદામંદ ગણાવી શકાય તેમજ શરીરમાં ખૂટતાં વિટામીનો જેવા કે વિટામીન એ, વિટામિન ડી અને વિટામિન ઇ પૂરતાં પ્રમાણમાં મળી જાય છે. શરીરનાં બંધારણ માટે અતિ ઉપયોગ શક્તિ તેમજ પોટેશિયમ ખૂબ જ હોય છે. મેગ્નેશિયમની પણ માત્રા જોવા મળે છે. જેથી શરીરનાં અમુક ગુણધર્મો માટે અતિ ઉપયોગી છે. શરીરની મુખ્યક્રિયા પાચનક્રિયા માટે કેળા ખૂબ જ ઉપયોગી અને જરુરી ગણાવી શકાય.

ઉપયોગી માહિતીનાં સંદર્ભરુપે ઉપયોગી માહિતીને વાંચીએ આગળ, વાળની સાર સંભાળ માટે કેળા કેવી રીતે ઉપયોગી બને છે ? જાણીએ આગળ….

સૌ પ્રથમ તો કેળાનો માસ્ક બનાવી ઘરગથ્થુ ઉપચાર વિધીથી હેર ટ્રીટમેન્ટ માટે વપરાતી ચીજવસ્તુની યાદીમાં મધ, ગુલાબજળ, કોપરેલ તેલ, દહીં તેમજ દૂધની મલાઇનો ઉપયોગ અનિવાર્ય છે. વાળને ઘટાદાર અને મુલાયમ બનાવવાની સરળ પધ્ધતિ અહીં જણાવી છે. વાળને ખોડાથી બચાવવા પણ આ ઉપચાર શક્ય રાહત આપે છે.

બજારું કંડીશનર અને મોચ્યુરાઇઝર કેમિકલ પધ્ધતિથી બનાવવામાં આવે છે. જે લાંબા સમયનાં ઉપયોગથી ફાયદો કરતા વધુ નુકશાન પહોંચાડે છે. ઘણાં સમયથી  પેકિંગમાં તેમજ પાઉચ રુપે મળતાં પ્રસાધનો પ્રલોભન દ્વારા વેચાણમાં ચાલે છે જેથી સાચી ઓળખ સારા-ખરાબની રહેતી નથી.

ચાલો જાણીએ ઘરની સામગ્રીથી જ તૈયાર થતી ઔષધીય દવા કેવી રીતે બનાવી શકાય.

માથાનાં વાળની લંબાઇ મુજબ કેળા લઇને તેનાં સ્લાઇસ (પતીકા) બનાવી એક બાઉલમાં લો. ત્યાર બાદ બે ચમચી મલાઇને પણ તે બાઉલમાં ઉમેરો. માસ્ક વધુ સારું બનાવવા માટે તેની અંદર શુધ્ધ મધ જરુરીયાત મુજબ ઉમેરો. દહીંની ખટાશ વાળને સારી મુલાયમતા સ્થાપે છે. તેથી તે મિશ્રણની અંદર દહીંની પણ બે-ત્રણ ચમચી ઉમેરો. સંપૂર્ણ તૈયાર કરેલ પેસ્ટને એકદમ બાઉલની અંદર એકરુપ કરી નાખો. જેથી વાળ પર સહેલાઇથી લગાવી શકાય..

અત્યંત સહેલાઇથી અને નજીવા ખર્ચેથી તૈયાર થયેલ આ મલમને ચોખ્ખા પાણીથી સાફ કરેલ વાળ પર મલમની જેમ લગાવો. એ લગાવેવ પેસ્ટને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રહેવા દો. બાદ નવસેકા ગરમ પાણીથી વાળને ધોઇ નાખવા. એ વાળને કુદરતી રીતે સુકવવા દો. આ પેસ્ટનો ઉપયોગ કર્યા બાદ કોઇ જ પ્રકારનાં રાસાયણિક પ્રસાદનનો ઉ૫યોગ ટાળવો.

આ મિશ્રણનાં સારા પરિણામ માટે સૌ પ્રથમ વાળ પર પેસ્ટ લગાવ્યા પહેલાં સારી રીતે વાળની ઘુંચને કાઢી નાખો જેથી સહેલાઇથી મલમને વાળમાં ચોંપડી શકાય.

અઠવાડીયાની અંદર બે વખતે વાળને આ ટ્રીટમેન્ટ આપવાથી વાળ ચમકીલા, પોષણક્ષમ બને છે, ખાસ તો વાળને ખરતા અટકાવી શકાય છે. અકાળે કાળામાંથી સફેદ બનતાં વાળને સરળતાથી ઓછા કરી શકાય છે. માથામાં રહેતી ખોડાની સમસ્યાને દૂર કરી શકાય છે.

કુદરતી ઔપચાર પધ્ધતિથી ઘણીખરી રાહત મેળવી શકાય  છે. સામાન્ય પધ્ધતિથી તૈયાર થતી પેસ્ટ ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.