Abtak Media Google News

કેસરી હિન્દુ પુલ, અન્ડર બ્રીજ, જામનગર રોડ અને ગોંડલ રોડ પર અગત્યના કામ માટે અવર જવર ચાલુ

લોકડાઉન દરમિયાન ૮૩૯૦ સામે કાર્યવાહી અને પાંચ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરતી પોલીસ

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલી છે. જે વધુ ફેલાય નહીં તે માટે સરકાર દ્વારા પ્રજાહીત અર્થે દિન-૧૪ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન-૩ જાહેર કરવામાં આવેલું જે દરખાસ્ત શહેર પોલીસ દ્વારા લોકડાઉન સમય દરમ્યાન લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે માનવતા અભિગમ અપનાવી તેમજ લોકડાઉન ભંગ કરતા પોતાની જાહેર ફરજો નહીં બજાવતા શખ્સો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી જે લોકડાઉન-૩ના ૧૪ દિવસ દરમ્યાન શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સઁયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ લોકાડાઉન-૪ નું રાત્રિ દરમ્યાન અવર જવર પર પ્રતિબંધ અને કેસરી હિન્દુ પુલ, અન્ડર બ્રીજ, જામનગર રોડ અને ગોંડલ રોડ પર અગત્યના કામ કાજ માટે અવર જવરમાં છુટ આપવામાં આવી છે.

લોકડાઉન-૩ નું ચુસ્તપણે પાલન થાય તે માટે બહારથી લોકો શહેરમાં પ્રવેશે નહીં અને શહેરમાં રહેલા લોકો સુરક્ષીત રહે તે માટે શહેરના પ્રવેશ દ્વારા ઉપર લોકડાઉન ચેક પોસ્ટ-૧૦ ચાલુ રાખવામાં આવેલી તેમજ રાજકોટ શહેરભરમાં ફીકસ પોઇન્ટ-૬૧ ટુ વ્હીલ પેટ્રોલીંગ તથા ફોર વ્હીલ પેટ્રોલીંગ-૧૭૭ હાઇરાઇઝ બીલ્ડીંગ ધાબા પોઇન્ટ ૧૩ રાખવામાં આવેલ છે જે ર૪ કલાક કાર્યરત રહે જેમાં રાજકોટ શહેર પોલીસ, એસ.આર.પી. તથા ટ્રાફીક વોર્ડન મળી કુલ ૩૯૮૧ જેટલા અધિકારી તથા કર્મચારીઓએ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી અને લોકડાઉન-૩નું ચુસ્તપણે પાલન થાય તે માટે અલગ અલગ પો.સ્ટે. ફાળવી બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે.

લોકડાઉનનું પાલન નહીં કરી જાહેર જીવનમાં બેદરકારી દાખવી કોરોના વાયરસ સામેની લડતમાં અડચણ રુપ થતાં હોય જેથી શહેર પોલીસ  દ્વારા લોકડાઉન-૩ દરમ્યાન શહેર પોલીસ કમિશ્નર સાંજના સાત થી સવારના સાત સુધી દુકાનો ખોલવા તથા ખુબ જ અગત્યના કામકાજ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો.

લોકડાઉન સમય દરમ્યાન બે કે તેથી વધુ વખત ડીટેઇન થયેલા વાહન ચાલકો વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

લોકડાઉન સમય દરમ્યાન જાહેરમા બહાર નીકળવા માટે બોગસ ડમી પાસ બનાવનાર ઇસમો તથા બોગસ પાસ ધારકો વી‚ધ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમા કાર્યરત આઇ-વે પ્રોજેકટ હેઠળના કેમેરા મારફત શહેરભરમાં પસાર થતા વાહનો ઉપર ૨૪ કલાક વોચ રાખી કામવગર નીકળતા વાહનો બાબતે તપાસ કરી તેઓ વિ‚ધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

શહેર પોલીસને કામગીરી માટે આઠ ખાનગી વાહનો પેટ્રોલીંગ માટે મળેલા જે વાહનો દ્વારા લોકડાઉન તથા જાહેરનામા ભંગના ગુન્હો શોધીકાઠી તેમજ વાહનો ડીટેઇનની કામગીરી કરવામા આવી હતી. લોકડાઉન દરમ્યાન ચેકપોસ્ટ, ફીકસ પોઇન્ટ તથા પેટ્રોલીંગમા રહેલ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા બહાર નીકળતા લોકોને રોકી બહાર નીકળવાના કારણો બાબતે પુછપરછ કરી અને જો તે કોઇ કામવગર બહાર નીકળેલ હોય તો તેઓ વિ‚ધ્ધ કાયદેસની કાર્યવાહી કરવામા આવી છે.

શહેરમા સોસાયટી વિસ્તારમા એકઠા થઇ લોકો બેસતા હોય તેમજ શેરી-ગલીઓ મા એકઠા થઇ કોઇ રમતો રમતા હોય જે બાબતે કૂલ ૧૫ ડ્રોન કેમેરા ફાળવેલ તે ડ્રોન કેમેરા મારફત વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમા રહેલ પ્રોહીબુટલેગર, હીસ્ટ્રીસીટર, એમ.સી.આર. ટપોરી ઇસોમને સુરક્ષાકવચ એપ્લીકેશન મારફત નીયમીત પણે ચેક કરવામા આવ્યા છે.

શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા કોરોના પોજીટીવી વ્યક્તિ ના સંપર્કમા આવેલા વ્યક્તિઓની ટેકનિકલ રીતે ઓળખ કરી તેવા વ્યક્તિઓને કોરનટાઇન કરવાની કામગીરી વહીવટી તંત્ર સાથે મળી કરવામા આવી છે. જાહરેનામાના ભંગના ૮,૩૯૦ સામુ કાર્યવાહી કરી છે. અને પાંચ શખસોની પાસલ હેઠળ અટકાયત કરાઇ છે. શહેર પોલીસને સહકાર આપે તેવી રાજકોટ શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. લોકડાઉન-૪નુ ચુસ્તપણે પાલન થાય તે માટે શહેર પોલીસ દ્વારા અગાઉના લોકડાઉનમા જે કાયદેસરની કાર્યવાહી કરેલ હતી તેજ રીતે ચુસ્તપણે લોકડાઉન-૪નું પાલન કરાવવા માટે અને વિશ્ર્વ મહામારી કોરોના વાયરસનો વ્યાપ શહેરમાં અટકાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવ્યું છે.

લોકડાઉન-૪ દરમ્યાન પણ સાંજના ૭થી સવારના ૭ સુધી બહાર નીકળવાપર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવેલો છે. તેમજ તે સમય દરમ્યાન રોજકોટ કૈશરહિન્દ પુલ, કલાવાડ રોડ અન્ડરબ્રીજ, જામનગર રોડ તથા ગોંડલ રોડ જે અગત્યના કામકાજ માટે ચાલુ રાખવામાં આવશે તે સીવાયના તમામ માર્ગો અવર જવર માટે સદંતર બંધ રાખવામાં આવશે. તેમ જણાવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.