Abtak Media Google News

અભી નહીં તો ફીર કભી નહીં… આજે દિલની વાત કહેવાનો દિલ પર દસ્તક દો કયાં પતા પ્રેમનગરી દ્વાર ઉઘડી પણ જાય: આજે પ્રેમ પર્વ વેલેન્ટાઈન ડે

ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો મહિનો જેમાં વેલેન્ટાઈન વિકને લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે. જો કે વેલેન્ટાઈન એક પાદરી હતા જે પ્રેમનો સંદેશ આપતા પ્રેમ કરતા લોકોને મળાવતા તે સૌ કોઈ જાણે છે પરંતુ ખુબજ ઓછા લોકો જાણે છે તેની સાચી કહાનીને.

ત્રીજી સદીમાં રોમન સામ્રાજયના શાસક કલોડિયસ રાજા હતા. જેને પોતાના નેતૃત્વ અને સ્વભાવને કારણે ક્રુર તરીકે ઓળખવામાં આવતા હતા. ‘ક્રુર’ સ્વભાવને કારણે તેના દુશ્મનોની સંખ્યા પણ વધી રહી હતી અને તેવામાં તેને વધુમાં વધુ સૈનિકોની આવશ્ર્ચર્યકતા પણ પડતી હતી અને પોતાના પ્રેમ અને પરિવારી દુર વાના ડરી સૈનિકો સેનામાં જોહાવા તૈયાર તા ન હતા. માટે કલોડિયસે રોમમાં સગાઈ અને લગન કરવા પર જ પ્રતિબંધ મુકી દીધો. તેણે હજારો લોકોની લાગણી, પ્રેમને એક જ નિર્ણયી તેના સપનાઓને કચડી નાખ્યા. નિષ્ઠુર અને શક્તિશાળી કલોડિયસની સામે કોઈ પણ ટકી શકતું નહતું. ત્યારબાદ એક સાધારણ ક્રિસ્ચન ‘વેલેન્ટાઈન’ નામના પાદરીએ પ્રેમ માટે પહેલ કરી તેણે રાજા કલોડિયસના આદેશનું ઉલ્લંઘન કરી યુદ્ધ પહેલા સૈનિકોના ગુપ્ત રીતે લગ્ન કરાવવાનું શ‚ કર્યું.

વેલેન્ટાઈને પાદરી તરીકે લોકોમાં પ્રેમ વહેંચતા અને ઈશ્ર્વરની આરાધના કરતા જીવન પસાર કર્યું તો મૃત્યુની વાંટ જોતા વેલેન્ટાઈનને એક કેદ ખાનાના મુખ્ય અમલદારની પુત્રી સો ટૂંકી જીંદગીએ પ્રેમ ઈ ગયો. તેની મૃત્યુની તે સાંજે વેલેન્ટાઈને જાંબલી રંગની શાહીી તેની પ્રેમિકા માટે ‘સુનિત’ એક ચૌદ લીટીનું કાવ્ય લખ્યું હતું. ઈતિહાસકારોનું કહેવું છે કે, સોનેટના શબ્દો એટલા પવિત્ર હતા કે તેની પ્રેમિકાની આંખોની દ્રષ્ટી ફરીી પાછી આવી ગઈ. તેના બિજા જ દિવસે વેલેન્ટાઈનને રોમના જલ્લાદો દ્વારા મૃત્યુદંડ આપવામાં આવ્યો અને પ્રેમના પુજારી વેલેન્ટાઈનને દુનિયાને વિદાય આપી. વેલેન્ટાઈનને હજારો યુગલો માટે તેમને પ્રેમ અપાવવા માટે બલિદાન આપ્યું. રોમના રાજાએ તેમના દેહને તો નષ્ટ કરી દીધું પરંતુ તેમનો અર્પાવિ અંશ પ્રેમિયો માટે અમર યાદગારી બની ગયું. મૃત્યુના શતક બાદ પણ વેલેન્ટાઈનને તેમના આત્મ બલિદાન માટે યાદ કરવામાં આવે છે. માટે જ આ દિવસને લોકો વેલેન્ટાઈન ડેના નામે ઉજવે છે.

જો કે જયારે પ્રેમ કરો ત્યારે ‘વેલેન્ટાઈન્સ ડે’ પરંતુ એમ છતાં ૧૪ ફેબ્રુઆરીને કોઈ ખાસ વ્યક્તિને પ્રેમ કરવાના હેતુી તેની ઉજવણી કરવામાં આવે છે. વળી સમય પસાર તાની સો જ પ્રેમને વ્યકત કરવા દિવસોને અલગ અલગ નામ આપી દેવાયા. વેલેન્ટાઈન ડેની એક દિવસની ઉજવણીને એક વિક બનાવી દેવામાં આવ્યું. લોકોની માન્યતા છે કે ‘વેલેન્ટાઈન્સ ડે’ માત્ર યુગલો તેજ જુવાનિયાઓનો દિવસ છે જે અમુક અંશે સાચુ છે. પરંતુ પ્રેમ એક એવી પરિભાષા છે જેનું મુલ્યાંકન અદ્ભૂત અનુભવ છે. પ્રેમ કરવા માટે પ્રેમી કે પ્રેમીકા જ હોવા જ‚રી ની. તમે માતા-પિતા, મિત્રો, સગા-સંબંધીઓને પણ પ્રેમ કરી શકો છો.

વેલેન્ટાઈન ડે પ્રેમ વ્યકત કરવાનો દિવસ છે. જે દરેક માટે છે. ઘણા લોકો તેની ઉજવણી પરિવાર સો કરતા હોય છે તો કોઈ મિત્રો સો આપ પ્રેમ વ્યકત કરવાની પણ દરેકની રીત હોય છે. કોઈ રોમાન્સ કરીને પ્રેમ દર્શાવે છે તો કોઈ એક બીજાની સંભાળ લઈને ‘વેલેન્ટાઈન ડે’ માત્ર યુવાનો માટષ જ સિમિત ની રહ્યો, આજકાલ તો નાના ટેળીયા પણ મમ્મી ડેડીને આ દિવસે ગિફટ આપી સેલિબ્રેટ કરતા હોય છે.

 

વેલેન્ટાઈન વિશે અવનવું

સન ૧૫૩૭ સુધી વેલેન્ટાઈન ડેના દિવસે કોઈ સરકારી રજા જાહેર કરવામાં આવી ન હતી ત્યારે ઈંગ્લેન્ડના રાજા હેનરી ૮એ ફેબ્રુઆરીમાં પ્રથમવાર ૧૪ ફેબ્રુઆરીની રજા જાહેર કરી હતી. વિકટોરીયન કાળમાં વેલેન્ટાઈન દિવસના કાર્ડ પર હસ્તાક્ષર કરવા દુર્ભાગ્યપૂર્ણ માનવામાં આવતું હતું. કામદેવ પણ વેલેન્ટાઈન ડેનું પ્રતિક છે. તેઓ પ્રેમ અને સૌંર્ધ્યના દેવતા શુક્રના પુત્ર હતા. વેલેન્ટાઈન ગ્રીટિગ કાર્ડસ પર મોટાભાગે કામદેવ પોતાના હાથમાં એક ધનુષ અને ભાણ સાથે જોવા મળે છે. કારણકે તેઓ પ્રેમની ભાવનાઓથી પ્રેરવવા માટે જાદુઈ તીરને પ્રયોગ કરવાના વિશ્ર્વાસ રાખતા હતા.

લોકોને લાગણીથી જોડવામાં આવે તો જ સારા સમાજની રચના થાય: દિપક કરગથરા

Vlcsnap 2018 02 12 14H03M50S76શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા દિપક કરગથરા જણાવે છે કે જો લોકોને પ્રેમની લાગણીથી જોડવામાં આવે તો, તે એક સારા સમાજની રચના કરી શકશે, પ્રેમ કરવો જોઈએ પરંતુ ફકત વેલેન્ટાઈન ડે પુરતુ નહીં. પ્રેમની વાસ્તવિકતા અને તેનો સંદેશ ફેલાવી નિખાલસપણે લોકોને જાગૃત કરવા તે આપણી નૈતિક જવાબદારી છે. પ્રેમ મેળવવાની પ્રક્રિયા નથી પ્રેમ તો બસ આપવો જોઈએ. તમે પ્રેમને જો નિખાલસતાથી માણો તો પ્રેમને તેની પરાકાષ્ઠા તરફ વાળી શકાશે.

વેલેન્ટાઈન ડે બરાબર છે, બીજા દિવસો ન આવે તો ચાલે: કશ્યપVlcsnap 2018 02 12 08H51M30S121

કશ્યપ રાવલ વેલેન્ટાઈન ડે વિશે જણાવે છે કે મારા માટે વેલેન્ટાઈન ડે એટલે યુવક-યુવતીઓનો દિવસ નહીં, હું મારા પરિવાર અને મિત્રો સાથે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરુ છું. આમ તો વેલેન્ટાઈન ડે આવે છે તે બરાબર છે પણ વધારાના દિવસોની મારા મતે આવશ્યકતા નથી. જેની સાથે પ્રેમ કરો છો તેની સાથે આ દિવસ ઉજવો.

જ‚રીયાતમંદોને દાન પૂણ્ય કરીને હું વેલેન્ટાઈન ઉજવું છું: હિના ટીલાળા

Vlcsnap 2018 02 12 08H51M39S216વેલેન્ટાઈન વિશે હિના ટીલાળા જણાવે છે કે અમે વેલેન્ટાઈન ડે અન્ય લોકોની જેમ નથી ઉજવતા, તે દિવસે જ‚રીયાતમંદોને ખુશીઓ વહેંચીને એક અલગ જ સંતોષ થાય છે. દરેકને ખુશ રાખવા એ જ મારો વેલેન્ટાઈન ડે છે. લોકોને હું કહેવા માગીશ કે જે જિંદગી અતિની ગતિએ દોડી રહી છે તેને માત્ર જીવવા ખાતર નહીં માણવા અને મોજ કરવા માટે જીતવી જોઈએ.

મારો પરિવાર અને તેની સંભાણ એ જ વેલેન્ટાઈન: પ્રિયાબેન

Vlcsnap 2018 02 13 09H51M07S165 1પ્રિયાબેને વેલેન્ટાઈન ડે વિશે જણાવેલ કે બધા માટે વેલેન્ટાઈન માત્ર એક દિવસનો તહેવાર છે પરંતુ જો રોજ પ્રેમ કરવામાં આવે તો આખુ વર્ષ અને આખી જિંદગી વેલેન્ટાઈન જ છે. વેલેન્ટાઈન એટલે મારા પરિવાર સાથે વિતાવેલો સમય, મારા બાળકો સાથે મસ્તી કરવી એજ મારો વેલેન્ટાઈન, વેલેન્ટાઈન જેવા દિવસો આવવા જોઈએ પણ તેમાં એટલું પણ ન પડી જવાય કે તમે હકિકતથી દુર જતા રહો, જોકે ઉત્સવ મનાવવાનો દિવસ છે તો તેને ઉજવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ઘરના સભ્યો, બાળકો, મારા પતિ અને તે બધાને ખુશી એટલે મારા માટે વેલેન્ટાઈન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.