નાના બચતકારો અને ફિક્સ ડીપોઝીટર્સ માટે માઠા સમાચાર

216
Dipositers
Dipositers

નેશનલ સેવીંગ સર્ટીફીકેટ અને પબ્લિક પ્રોવીડન્ટ ફંડ સહિતની નાની બચત યોજનાઓના વ્યાજદરનાં ૦.૨૦ ટકા ઘટાડો

નાના બચતકારો અને ફીકસ ડીપોઝીટસ માટે માઠા સમાચાર છે. કારણ કે નાની બચત યોજનાઓ પરના વ્યાજદરોમાં સરકારે ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો છે. જેમાં નેશનલ સેવીંગ સર્ટીફીકેટ (એનએસસી) અને પબ્લીક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) નો સમાવેશ છે. ૧લી જાન્યુઆરીથી ત્રણ માસ સુધી આ વ્યાજદરમાં ઘટાડો કરાયો છે. તો આ જ સમયે પાંચ વર્ષની સિનીયર સીટીઝન સેવિંગ્સ સ્કિમમાં રોકાણ પરનો ૮.૩ ટકાનો દર જાળવી રખાયો છે.

સીનીયર સીટીઝન યોજનાઓ પર વ્યાજ ત્રિમાસીક ધોરણો પર ચુકવવામાં આવશે જો કે, નાણાં મંત્રાલયે સેવિગ્સ ડીપોઝીટ પર વાર્ષિક ૪ ટકાનો વ્યાજદર યથાવત રાખ્યો છે. સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ૦.૨૦ ટકા ઘટાડો કર્યો છે જે પેલી જાન્યુઆરીથી લાગુ થશે.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ ના ચોથા ત્રિમાસીક સમય માટે વ્યાજદરની જાહેરાત કરતા નાણાંમંત્રાલયે જણાવ્યું હતું કે, સરકારના નિર્ણયના આધારે નાની બચત યોજનાઓ માટેના વ્યાજદર ત્રિમાસિક ધોરણે નકકી કરવામાં આવી રહ્યા છે. તેમજ નાની બચત યોજનાઓના વ્યાજદર સરકારી બોન્ડ ચિલ્ડ સાથે સાંકળવામાં આવશે.

એનએસસી અને પીપીએફ જેવી નાની બચત યોજનાના વ્યાજદરોમાં ઘટાડો કરાયો છે. જયારે સીનીયર સીટીઝન ડીપોઝીટ સ્કીમ અને બચત ખાતાઓના વ્યાજદરમાં કોઇ બદલાવ કરાયો નથી. આ તમામ માહીતી ઇકોનોમીક અફેર્સ સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે આપી હતી.

પબ્લીક પ્રોવિડન્ટ ફંડનો હાલનો વ્યાજદર ૭.૬ ટકા કરાયો છે. જે ઓકટોમ્બર – ડીસેમ્બરના કર્વાટરમાં ૭.૮ ટકા હતો. આ ઉપરાંત પાંચ વર્ષ માટેના નેશનલ સેવીંગ સર્ટીફીકેટ પ્લાન અને કીશાન વિકાસ પત્રના વ્યાજદરમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કરી ૭.૬ ટકા કરાયા છે. તો સુક્ધયા સમૃઘ્ધિ એકાઉન્ટ સ્કીમ નો વ્યાજદર ૮.૩ ટકા થી ૮.૧ કરાયો છે. જયારે પાંચ વર્ષ માટેની થાપણો,નો વ્યાજદર ૬.૯ ટકા નકકી કરાયો છે. જે ગયા કવાર્ટરમાં ૭.૧ ટકા જેટલો હતો આ તમામ નાની બચત યોજનામાં ઘટાડો થવાથી બેકો પણ ફીકસ થાપણો માં ઘટાડો કરે તેવી શકયતા છે.

Loading...