Abtak Media Google News

૧ થી ૮ વર્ષના બાળકો વિવિધ પાંચ કેટેગરીમાં ભાગ લઈ શકશે: તમામ ભુલકાઓ માટે ઈનામોની વણઝાર

રાજકોટ સિટી કલબ દ્વારા દર વર્ષથી માફક આ વર્ષે પણ નહેલ્ધી બેબી કોમ્પીટીશન-૨૦૧૯’નું આયોજન તા.૨૭/૧/૨૦૧૯ના રોજ જલારામ રઘુકુલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે. અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજકોટ સિટી કલબ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી હેલ્ધી બેબી કોમ્પીટીશન રાખવામાં આવે છે.

ગયા વર્ષ ૩૫૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અનેક બાળકો ભાગ લેવાથી વંચિત રહી જતા આ વર્ષે ૫૦૦ બાળકો ભાગ લઈ શકે તેવું સુવ્યવસ્થિત આયોજન તા.૨૭ જાન્યુઆરીએ જલારામ રઘુકુલ હોસ્પિટલ પંચવટી મેઈન રોડ, અમીન માર્ગ પાસે સવારે ૯ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.

લીટર એન્જલ હેલ્ધી બેબી કોમ્પીટીશનમાં ઉંમર વર્ષ ૧ થી ૮ના કોઈપણ બાળકો ભાગ લઈ શકશે. આ કોમ્પીટીશનમાં ૫ કેટેગરીનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં બાળકનું આરોગ્ય, સુંદર આંખો, સુંદર વાળ, નિરોગી દાંત અને હાસ્ય, સુંદર વ્યકિતત્વ એમ અલગ-અલગ કેટેગરી રાખવામાં આવેલ છે.

ઉપરોકત ૫ કેટેગરીમાં અલગ-અલગ ૧૦ નિષ્ણાંત બાળકોના ડોકટર્સ તેમજ જનરલ પ્રેકટીશના ડોકટરોની ટીમ દ્વારા બાળકોના હેલ્થની ચકાસણી કરવામાં આવશે. તેમજ બાળકોની ઉંમર મુજબ હાઈટ-વેઈટની પણ ચકાસણી કરવામાં આવશે. નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા જ હેલ્થ ચેક-અપ કરીને જજીંગ કરીને વિજેતા બાળકોના નામ જાહેર કરવામાં આવશે.

ઉપરોકત કોમ્પીટીશનની એવોર્ડ સેરેમની તા.૩/૨/૨૦૧૯ રવિવારના રોજ સવારે ૯ કલાકે હેમુગઢવી હોલ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં તમામ ભાગ લેનાર બાળકોને યાદગીરીરૂપે તેમના જ કયુટ બેબી ફોટા સાથે ૧૦૧૪ની ફ્રેમથી મઢેલા એવોર્ડ તેમજ વિજેતા બાળકોને ઢગલાબંધ ઈનામો આપી પુરસ્કૃત કરવામાં આવશે.

ઉપરોકત સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ઢગલાબંધ ગીફટ આપવામાં આવશે. કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે રાજકોટ સિટી કલબ: સી/ઓ પટેલ કોમ્પ્યુટર્સ, ત્રીજો માળ, ક્રિએટીવ ચેમ્બર્સ, ભુતખાના પેટ્રોલપંપવાળી શેરી, એસ.ટી.બસ સ્ટેન્ડ પાછળ, કનક રોડ ખાતેથી ફોર્મ મેળવવાના રહેશે. કાર્યક્રમની વધુ માહિતી માટે સુરેશભાઈ ઓગાણજાનો મો.૯૯૦૯૯ ૨૦૧૬૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આયોજનને સફળ બનાવવા રાજકોટ સિટી કલબના સ્થાપક ચેરમેન સુરેશભાઈ ઓગાણજા, વાઈસ ચેરમેન બળવંતસિંહ રાઠોડ, હિંમતભાઈ પલસાણા, પ્રમુખ જીમ્મીભાઈ અડવાણી, ઉપપ્રમુખ મનસુખભાઈ વેકરીયા, વિજયભાઈ ગઢીયા, રહિમભાઈ સોરા, જનરલ સેક્રેટરી હસમુખભાઈ બાંભણિયા, કેતનભાઈ વડાલીયા, જયેશભાઈ વેગડ, યોગેશભાઈ ભુવા, સેક્રેટરી વિનુભાઈ ભીકડીયા, દિનેશભાઈ દેથરીયા, રાજુભાઈ પલસાણા, દિલીપભાઈ ડેડકીયા, જોઈન્ટ સેક્રેટરી બી.ટી.કળથીયા, હેમતસિંહ પઢીયાર, સંજયભાઈ સબાપરા, ખજાનચી બાબુભાઈ માકડિયા, મીડિયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ, કારોબારી બિપીનભાઈ બેરા, અજયભાઈ દલસાણીયા, આશિષભાઈ વાછાણી, ભરતભાઈ રેલવાણી, હરેશભાઈ કાનાણી, ડેનીશભાઈ હદવાણી, લિનેશભાઈ સગપરીયા, પ્રવિણભાઈ ગાંભવા, દિલીપભાઈ હડીયા, વિપુલભાઈ રાઠોડ, સલાહકાર સમિતિ મહેન્દ્રભાઈ ફળદુ, પુષ્કરભાઈ પટેલ, મુકેશભાઈ દોશી, ડી.વી.મહેતા, કિરીટભાઈ આદ્રોજા, ડો.ગીરીશભાઈ ભીમાણી, જયેશભાઈ ઉપાધ્યાય, મિતુલભાઈ દોંગા, જયેશભાઈ સોરઠીયા, કાંતિભાઈ ઘેટીયા, નિરજભાઈ પટેલ, મેઘજીભાઈ શીંગાળા, બહાદુરસિંહ ઝાલા, ધર્મેન્દ્રભાઈ ભગત, સબીરભાઈ પરમાર તેમજ રાજકોટ સિટી કલબ પરિવારના લેડીઝ ટીમમાં પાયલબેન પટેલ, સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, ધર્મિષ્ઠાબા જાડેજા, પા‚લબેન નાર, રેખાબેન ત્રાંબડીયા, કેલીબેન વ્યાસ, અમીષાબેન પટેલ, મમતાબેન ઠકકર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.