Abtak Media Google News

એકશન, એડવેન્ચર અને ડ્રામાથી ભરપુર ફિલ્મ ૧૭મીએ થશે રિલીઝ

માયશા ફિલ્મ્સ, મોરી ગ્રુપ અને સીઝારા સીનેઆર્ટ સ્ટુડિયો દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ “બાબુભાઈ સેન્ટિમેન્ટલનું ટ્રેલર અમદાવાદમાં ટાઈમ સિનેમા એન્ડ એન્ટર ટેઈન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ એકશનની સો સો એડવેન્ચર અને ડ્રામાંથી ભરપુર ફિલ્મ છે. “બાબુભાઈ સેન્ટિમેન્ટલના મુખ્ય કલાકારોમાં નક્ષરાજ કુમાર તા શિવાની જોશી છે. ઉપરાંત નિસર્ગ ત્રિવેદી, કમલ સિસોદિયા તા મયુર ચૌહાણ પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. મિલન શર્મા દ્વારા ડાયરેકટ કરવામાં આવેલ આ ફિલ્મનું લેખક રાજ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર્સ નિધિ મોરી અને વીના શર્મા છે. “બાબુભાઈ સેન્ટિમેન્ટલનું ટીઝર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે અને તે દર્શકોને ખૂબજ પસંદ પડી રહ્યું છે. ફિલ્મમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ અને એડિટિંગ ખૂબજ મહત્વનું છે જે અમીત પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યુઝિક હિતેશ-વિવેકની જોડીએ આપ્યું છે. “બાબુભાઈ સેન્ટિમેન્ટલ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ ઈ રહી છે.

ફિલ્મના ડાયરેકટર મિલન શર્માએ જણાવ્યું હતું કે, “અવનવા વિષયો પર ફિલ્મ બનતી રહે છે, પરંતુ આ એક અનોખી ફિલ્મ છે. “બાબુભાઈ સેન્ટિમેટલ એક એકશન ફિલ્મ છે, જેમાં મુખ્ય નાટક (નક્ષરાજ કુમાર)નું હયિાર હોય છે. ખાટલાનો પાયો. એક એવો માણસ જે સંવેદનશીલ હોય અને એના જીવનમાં કોઈ એવી ખરાબ ઘટના બને છે જેના કારણે તેણે હયિાર ઉપાડવું પડે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જે દર્શકોને જરૂરી આનંદ પડશે.

ફિલ્મમાં ગામડાં તા કોલેજની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમાં મુખ્ય નાયક દેવરાજ (નક્ષરાજ કુમાર) એક ગામડાના માણસના લુકમાં જોવા મળશે, જેના પહેરવેશમાં કેડિયું છે અને મો પાઘડી છે તા હામાં ખાટલાના પાયાનું હયિાર હોય છે. આ કહાની દર્શકો માટે ઘણી જ રસપ્રદ બની રહેશે. “બાબુભાઈ સેન્ટિમેન્ટલ ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.