બગોદરા નજીક ખેતરમાં ઘાસ કાંપવા મામલે કોળી-ભરવાડ વચ્ચે બબાલ: એકની લોથ ઢળી

434

પાંચ વ્યકિતઓ ઘાયલ: ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

બગોદરા પાસે સીમ ખેતરમાં ઘાસ કાપવા બાબતમાં સવારના ભરવાડ અને કોળી પટેલ વચ્ચે બબાલ થયા બાદ તેનું પરીણામ હત્યા સુધી પરીણમી છે.

બગોદરા પાસે સીમમાં ખેતરમાં ચારો કાપતા ભરવાડ અને કોળી પટેલના બે કુટુંબો વચ્ચે ઝઘડો થતા યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. જયારે ૯ વ્યકિતઓને ઘાયલ થતા અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હાલમાં પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવવામાં આવ્યો છે.

બગોદરા ગામમાં જ રહેતા બનુબેન માવસંભાઇ મકવાણા તેમના ખેતરમાં જારનું વાવેતર કરેલું છે ત્યારે આ ખેતરમાં સવારના સમયે ભરવાડ આ ખેતરમાં ચારો લેવા માટે આવ્યા હતા. ત્યારે ચારો લેવાની ના પાડતા આ બાબતમાં બોલાચાલી થવા પામેલ હતી. જયારે બપોરના સમયે દશરથ નાનુભાઇ દેવત્રા (ઉ.વ.૧૬) પોતાના પરીવાર માટે ખેતરી ટીફીન લઇને દેવા માટે નીકળ્યો હતો. ત્યારે બગોદરા ગામની પ્રાથમીક શાળા પાસેથી પસાર થતો હતો. ત્યાર ભરવાડ સમાજના લોકો ખેતરમાં ખડ લેવાની ના પાડતા ઝઘડો કરી ગયા બાદ આ યુવક ઉપર તુટી પડયા હતા.

ત્યારે બગોદરામાં ભરવાડ સમાજ કોળી પટેલ સમાજના યુવકનું મોત નિપજયતા બન્ને સમાજના ટોળે ટોળા સામ સામા આવી ગયા હતા.

આ મારામારીમાં કોળી પટેલ સમાજના ૬ વ્યકિતઓ ઘાયલ થયા છે જયારે ભરવાડ સમાજના ચાર લોકો ઘાયલ થયા છે જયારે જુથ અથડામણ થવામાં યુવકનું થીમ ઢાળી દેવાના પોલીસને જાણકારી  મળતા ઘટના સ્થળ ઉપર દોડી આવી મામલો થાળે પાડી હાલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જયારે મૃતક કોળી પટેલ, દશરથભાઇ નાનુભાઇનું થીમ ઢાળી દેવાતા સામાન્ય બાબતમાં વરવુ સ્વરુપ  ધારણ થતાં બન્ને સમાજ વચ્ચે હાલ વેરના બીજ રોપાયા છે.

બગોદરામાં ખેતરમાં ઘાસ કાંપવા મુદ્દે થયેલી બબાલમાં એક વ્યક્તિનું મોત નિપજયા બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘવાયેલા તમામને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. હાલ ગામમાં પુન: શાંતિનો માહોલ સ્પાઈ ગયો છે. છતાં સતત પોલીસ તંત્ર સતર્ક છે. સામાન્ય બાબતમાં યેલી ઘટના વધુ હિંસક ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. રાજકીય આગેવાનો પણ ઘટના સ્ળે દોડી ગયા હતા અને બન્ને વચ્ચે સમાધાન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. કોળી સમાજના યુવાનનું મોત થતાં ગામમાં ટોળે-ટોળા ઉમટી પડયા છે. જુથ અડામણ બાદ ગામમાં વેરઝેરના બીજ ન રોપાય તે માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

Loading...