બાબા રામદેવને રૂચી સોયામાં રૂચી લાગી

87

અદાણી વિલ્મરે ૧૦ હજાર કરોડ રૂ.ની મનાતી રૂચી સોયા ખરીદવામાં રસ

દાખવતા બાબાની પતંજલી કંપનીએ ૪૩૫૦ કરોડ રૂ.માં ખરીદવાની માંગણી મૂકી

યોગગૂરૂમાંથી ઉદ્યોગપતિ બની ગયેલા બાબા રામદેવની કંપની પતંજલી આયુર્વેદ નાદારીના આરે ઉભેલી રૂચી સોયા કંપનીને હસ્તગત કરવા રૂ. ૪૩૫૦ કરોડ રૂ.માં ખરીદવાની તૈયારી દર્શાવી છે. દેશભરમાં પ્લાન્ટ ધરાવતી ૧૦ હજાર કરોડ રૂ.ની કંપની મનાતી રૂચી સોયાને ખરીદવા પતંજલીએ અગાઉ ૪૧૫૦ કરોડ રૂ. રોકવાની તૈયારી દર્શાવી હતી. જેમાં હવેલ, ૨૦૦ કરોડ રૂ.નો વધારો કર્યો છે.

રૂચી સોયા માટે ઘણાલાંબા સમયથી બાબા રામદેવ અને અદાણી વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. ગયા ઓગષ્ટ મહિનામાં પતંજલી સામે અદાણી વિલમાં સૌથી વધુ બોલી બોલનાર તરીકે સામે આવ્યા હતા પરંતુ હવે આ જંગમાં બાબા રામદેવ પતંજલી આગળ નિકળી ગઈ છે. પતંજલીમાં પ્રવકતા એસકે તિજારવાલાએ જણાવ્યું હતુ કે રૂચીસોયા માટે અમે અમારી માંગણીનું વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે. પતંજલીની ૪૧૫૦ કરોડની જૂની માંગણીમાં ૨૦૦ કરોડનો વધારો કરી રૂ.૪૩૫૦ કરોડ રૂપીયા કરવાનું નકકી કર્યું છે. આ નિર્ણય રૂચી સોયાના રોકાણકારો અને ખેડુતો અને ગ્રાહકોના હિતમાં લેવામા આવ્યો છે.

ગયા મહિને કંપનીની બેઠકમાં આ નિર્ણય લેવામા આવ્યા હતો. ઈન્દોરની રૂચી સોયા ઈન્ડસ્ટ્રીઝ ૨૦૧૭માં નાદારીની પ્રક્રિયામાં સામેલ કરી લેવામાં આવી હતી. અને શેલેન્દ્ર અજમેરાની નિયુકતીની આ મડાગાંઠ ઉકેલવા માટે કરવામાં આવી હતી. સ્ટાંડર્ડ ચાર્ટડ બેંક ડીપીએસએ રૂચી સોયા સામે કરજ વસુલાત માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી હતી રૂચીસોયાઉપર ૧૨ હજાર કરોડ રૂપીયાનું કરજ બોલાય છે. કરજદાર આ કંપની પાસે મોટા મોટા ઉત્પાદક યુનિટો અને ન્યુટ્રેલા મહાકોષ સનરીચ, રૂચીસ્ટાર, અને રૂચી ગોલ્ડ જેવી બજારમાં ખૂબ વેચાતી પ્રોડકટ જેવી મૂકી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં અદાણી વિમેરે કંપનીની મિલકતો અંગે છેલ્લી સ્થિતિ જાણવા માટે પત્ર લખ્યો હતો. તેની સામે વેચાણની પ્રક્રિયા જલ્દીથી પૂરી કરવા પતંજલીએલસીએબીમાં ગઈ હતી અદાણી રૂચીસોયા હસ્તગત કરવા માટે બીડમાં સામેલ થયા બાદ પતંજલી રૂ.૭૦૦ કરોડ સાથે બીજા નંબરની માંગણી કંપની બની હતી હવે બાબા રામદેવે ૪૩૫૦ કરોડ રૂપીયાની માંગણી સાથે બીડવેલ્યુમાં વધારો કર્યો છે. રૂચીસોયાને હસ્તગત કરવા માટે બાબા રામદેવના પ્રયાસોને લઈને રૂચી સોયાના ભવિષ્યઅંગે એક નવી સ્થિતિનું નિર્માણ થયું છે.

 

 

Loading...