Abtak Media Google News

જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં આયુર્વેદના શિક્ષણની સાથે આયુર્વેદિક ફાર્મસી, યોગ, નિસર્ગોપચાર અને મેડિસિનલ પ્લાન્ટ સાયન્સ અંગેના અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે

યુનિવર્સિટી સાથે જોડાયેલી હોસ્પિટલમાં ૧૫૦૦થી વધુ દર્દીઓ પંચકર્મ, ક્ષારસુત્ર વગેરે આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિથી સારવાર મેળવી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે

હિન્દુ પૌરાણીક શાસ્ત્રોમાં આયુર્વેદને પાંચમો વેદ તરીકે ગણાવવામાં આવ્યો છે. આયુર્વેદમાં માનવ શરીરમાં થતા તમામ રોગોના ઉપચારજ નહી પરંતુ નિરોગી જીવન કેવી રીતે જીવી શકાય તે માટેના અનેક સૂચનો પણ આપવામાં આવ્યા છે. કુદરતી નૈસર્ગિક વનસ્પતિઓમાંથી બનાવવામાં આવતી આયુર્વેદીક દવાઓની આડઅસર થતી નથી પરંતુ આયુર્વેદીક દવાઓ ધીમેધીમે રોગના જડ સુધી જઈને કોઈપણ આડઅસર વગર રોગનો જડમૂળથી નાશ કરે છે.જેથી વર્તમાન સમયમાં એલોપેથી સામે આયુર્વેદને ધીમી સારવાર પધ્ધતિ માનવામાં આવે છે. પરંતુ દાયકાઓ પહેલા ભારતમાં આયુર્વેદની બોલબાલા હતી આયુર્વેદનો આ સુવર્ણકાળ એલોપેથી પધ્ધતિ આવ્યા બાદ ધીમેધીમે ઓછો થવા લાગ્યો હતો.

જેથી જામનગર રાજયનાં જામસાહેબ દિગ્વિજયસિંહ આયુર્વેદનો ફરીથી લોકપ્રિય બનાવવા જામનગરમાં ૧૯૪૦માં તેમના મહારાણી ગુલાબકુંવરબાના નામે આયુર્વેદીક સોસાયટીની સ્થાપના કરી હતી આયુર્વેદ કિત્સામાં જામનગર રાજયનું નામ દેશભરમાં ગુંજતુ કરનારા ઝંડુ ભટ્ટ, રસવૈદ બાવાભાઈ અચલજી વગેરે આયુર્વેદીક ચિકિત્સાના નિષ્ણાંતોનો ભવ્ય વારસો જળવાય રહે તેમાટે જામ સાહેબ ૧૯૪૪માં આયુર્વેદીક સારવાર માટે એક ભવ્ય બિલ્ડીંગ બનાવીને તેને ‘ધનવંતરી મંદિર’ નામ આપ્યું હતુ. આ આયુર્વેદીક સોસાયટીના નેજા હેઠળ દેશભરનાં આયુર્વેદના ચિકિત્સકોને જામનગરમાં બોલાવીને સંસ્કૃતમાં આલેખાયેલા ‘ચરક સંહિતા’નું અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું હતુ જે બાદ, ૧ લી જુલાઈના રોજ જામનગર રાજય દ્વારા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના નામે દેશભરમાં પ્રથમ આયુર્વેદીક કોલેજની સ્થાપના કરી હતી. હાલમં જામનગરમાં દેશની એકમાત્ર એવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કાર્યરત છે તેનો ફરીથી સૂવર્ણકાળ આવે તેવો નિર્ણય ગઈકાલે કેન્દ્રની મોદી સરકારે લીધો છે. જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે આયુર્વેદિક સંસ્થાનાનું કલસ્ટર રચવા માટેનાં પ્રસ્તાવને  કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો પણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ જીએયુ ભારતની પ્રથમ એવી આયુર્વેદિક સંસ્થા બની રહેશે જેને આઈઆઈટી, આઆઈએમનાં સ્તરનો દરજ્જો પ્રાપ્ત થઈ રહ્યો છે.

ેવડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે જામનગર ખાતેની ઇન્સ્ટિટયૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ ગુલાબકુંવર આયુર્વેદ મહાવિદ્યાલય અને ઇન્સ્ટિટયૂટ ’ઓફ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ નામની જામનગર ખાતેની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ ખાતેની આયુર્વેદ ઇન્સ્ટિટયૂટ્સના સમૂહને એકત્રિત કરીને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગરને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો મંજૂર કર્યો હતો અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ ઍન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના સ્વસ્થવૃત વિભાગમાં મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટયૂટ ફોર યોગ ઍન્ડ નેચરોપેથી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચનો સમાવેશ કર્યો હતો. જેનો લગતો ખરડો સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.

કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આનાથી આયુર્વેદના શિક્ષણનો દરજ્જો વધશે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માગને અનુલક્ષીને આયુર્વેદમાં વિવિધ અભ્યાસક્રમો ઘડી કાઢવામાં મદદ મળશે. તેમણે જણાવ્યું હતું કે આનાથી ઇન્સ્ટિટયૂટને આયુર્વેદમાં ત્રીજી પંક્તિની સારસંભાળ વિકસિત કરવામાં મદદ મળશે.

ભારતમાં જાહેર આરોગ્યનું ધ્યાન રાખતી આયુષ્ય પદ્ધતિઓની વધતી ભૂમિકાને જોતાં આ દરજ્જો આપવાથી જાહેર આરોગ્યમાં આયુર્વેદનું મહત્ત્વ વધશે. આયુર્વેદ ચિકિત્સાને મજબૂત બનાવવાથી આરોગ્ય પરનો સરકારી ખર્ચ ઘટશે. કારણ કે આયુર્વેદમાં રોગને અટકાવવાની અને સાજા કરવાની ક્ષમતા હોવાથી તેમાં ઓછો ખર્ચ લાગશે.તેમ જણાવીને જાવડેકરે ઉમેર્યુ હતું કે હાલ વિશ્વભરમાં આયુર્વેદના જ્ઞાન અને તેની સેવાની માગ વધતી જાય છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એ ગુજરાત રાજ્ય સરકારના અધિનિયમ દ્વારા ૧૯૬૫ માં સ્થાપિત આયુર્વેદના ક્ષેત્રમાં એક અગ્રણી યુનિવર્સિટી છે જે આયુર્વેદની વિવિધ વિશેષતાઓમાં શિક્ષણ, તાલીમ અને સંશોધન પ્રદાન કરે છે. અંડરગ્રેજ્યુએટ શિક્ષણ ઉપરાંત, યુનિવર્સિટી આયુર્વેદના વિવિધ વિષયોમાં અનુસ્નાતક શિક્ષણ અને ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરીય તબીબી અને પ્રાયોગિક સંશોધન ચલાવી રહી છે.

વિદેશી દેશોમાં આયુર્વેદની વધતી લોકપ્રિયતા તરફ ધ્યાન આપતા યુનિવર્સિટીએ વૈશ્વિક સ્તરે આયુર્વેદના પ્રચાર માટે નોડલ એજન્સી તરીકે કામ કરવાની જવાબદારી લીધી છે. યુનિવર્સિટી દ્વારા હાલમાં આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ, આયુર્વેદિક મેડિસિનલ પ્લાન્ટ સાયન્સ અને યોગા અને નેચરોપથીના અભ્યાસક્રમો ચલાવવામાં કરી છે. એશિયા, આફ્રિકા, યુરોપ અને લેટિન અમેરિકાના વિવિધ દેશોના વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અભ્યાસક્રમો અને ક્લિનિકલ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે.  યુનિવર્સિટી પાસે વિશાળ કેમ્પસ અને સુવિધાઓ છે. તેમાં દર્દીઓની સારવાર, સંશોધન અને વિદ્યાર્થીઓની ક્લિનિકલ તાલીમ માટે ૩૦૦ થી વધુ પથારીવાળા ઇન્ડોર સુવિધા હોસ્પિટલ છે.

૧૫૦૦ થી વધુ દર્દીઓ યુનિવર્સિટી હોસ્પિટલની વિવિધ ઓપીડીમાં ભાગ લઈ રહ્યા છે જેમાં વિશેષ આયુર્વેદિક સારવાર જેવી સુવિધા છે જેમ કે પંચકર્મ, ક્ષારસુત્ર વગેરે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડર, લકવો, સંધિવા સમસ્યાઓ અને રોગપ્રતિકારક સંબંધી વિકાર, ચામડીના રોગો, થાંભલાઓ અને રોગપ્રતિકારક વિકારથી પીડાતા મોટી સંખ્યામાં દર્દીઓ. આ હોસ્પિટલમાં એનોમાં ફિસ્ટુલાની સારવાર કરવામાં આવે છે. સારી રીતે સ્થાપિત હર્બલ બગીચા શિક્ષણ અને તાલીમ માટે ઉપલબ્ધ છે. આમાંની મોટાભાગની સુવિધાઓ સરકાર દ્વારા પ્રાયોજિત વિના મૂલ્યે આપવામાં આવે છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં રોગ મુક્ત જીવન જીવવા માટે જ યોગ અને નિસર્ગોપચારના અધ્યયનની જોગવાઈની સાથે સમાજમાં આયુર્વેદિક માર્ગદર્શિકાઓના પાયા પર તેના પ્રમોશન અને પ્રચારની પ્રક્રિયા શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજના સ્વસ્થાવૃત વિભાગ દ્વારા ૧૯૮૨ થી શરૂ કરવામાં આવી હતી. .ત્યારબાદ વાવેલો બીજ વર્ષ ૧૯૯૫ માં નિસર્ગોપચાર યોગ અને ફિઝીયોથેરાપી (આઈએનવાયપી) માટેની સંસ્થા તરીકે ઉગાડવામાં આવ્યો, જે સ્વયં સહાયિત સ્વતંત્ર સંસ્થા તરીકે વિકાસ પામતો રહ્યો અને “મહર્ષિ પતંજલિ સંસ્થા તરીકે ઓળખાતી સંપૂર્ણ સ્વતંત્ર સ્વાયત નાણાંકીય સંસ્થાનોનું રૂપ લીધું.

વર્ષ ૨૦૦૦માં યોગ નિસર્ગોપચાર શિક્ષણ અને સંશોધન માટે આ સંસ્થા પાસે હાલમાં પોતાનું એક અલગ શૈક્ષણિક સંકુલ છે જેમાં યોગ વિભાગ છે, જેમાં  ફિઝીયોથેરાપી યુનિટ, એક વ્યાયામશાળા અને વર્ગ રૂમવાળા સુસજ્જ નેચરોપથી વિભાગ ઉપલબ્ધ છે. ગુજરાત આયુર્વેદની યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરી પાસે વિવિધ વિષયો પર આશરે ૨૫૦૦૦ પુસ્તકો સમાવિષ્ટ છે, સંસ્થા પાસે લગભગ ૨૦૦૦ પુસ્તકો, વીડિઓ અને વિડિઓ કેસેટ્સ, નિસર્ગોપચારના યોગની સીડી અને અન્ય પ્રાચ્ય અને પરંપરાગત ઉપચારો સમાવિષ્ટ એક અલગ પુસ્તકાલય પણ ઉપલબ્ધ છે. જેથી, મોદી સરકારના આ નિર્ણયી આયુર્વેદનો દેશ-વિદેશમાં પ્રચાર પ્રસાર વાની સાથે વિશ્વભરમાં આયુર્વેદી ચિકિત્સાનું મુખ્ય કેન્દ્ર બનશે તેમ આયુર્વેદ પંડીતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.