આયુર્વેદીક ઔષધી પરવડે તેવા ભાવ કરતા લોકોનો વિશ્ર્વાસ કેળવવો અમારૂં લક્ષ્યાંક: ભુવનેશ્ર્વરી પીઠ

સસ્તાનો મતલબ ખરાબ નહી !!!

ગોંડલના ભુવનેશ્ર્વરી ઔષધાશ્રમમાં થાય છે આયુર્વેદિક દવાનું ઉત્ત્પાદન : શરીરના રોગને જડમુળી ખતમ કરે છે આયુર્વેદિક દવાઓ

બદલાતી જીવનશૈલીમાં લોકોને તંદુરસ્તી સતત કથળી રહી છે. આવામાં અનાદી કાળથી ચાલી આવતી આર્યુવેદીક ઔષધીજ લાકોના આરોગ્ય માટે ફરી સંજીવની સાબિત થઈ શકે છે. શ્રી ભુવનેશ્ર્વરી ઔષધશ્રમ પ્રા.લી.આયુર્વેદિક ફાર્મસી નિરંતીતપણે આયુર્વેદ દ્વારા માનવ સેવાનાં કાર્યોમાં સતત કાર્યશીલ છે. આજના ટેકનોલોજીના યુગમાં પણ આયુર્વેદ તેનું સન જાળવી રાખ્યું છે. મનુષ્ય પોતાના આદિકાળી આયુર્વેદનો ઉપાય કરતો આવ્યો છે. ત્યારે ચાર વેદમાં આયુર્વેદનો પણ ઘણો મોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદના પિતા એટલે ચરક. ચરક સહિતામાં આયુર્વેદી તાં ઘણા ઉપચારોનો સમાવેશ થાય છે. ભુવનેશ્ર્વરી ઔષધાશ્રમ નિર્માણ શાળામાં ભસ્મ-પિષ્ટિ, પર્પટી, રસ, મલમ, ગુટિકા, ગુગળ, લોહ, શુદ્ધ દૂધ દ્રવ્ય અને અનુભૂત ઔષધો વિગેરે અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓ બનાવાય છે. સો તેની ગુણવતા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મનુષ્યના જીવન-સંસ્કાર ઘડતરમાં આધ્યાત્મિક, ધાર્મિક, વૈદિક, પોરાણિક ઐતિહાસિક બૌદ્ધિક અને આયુર્વેદ સાહિત્યનું સન ઘણું જ મહત્વનું છે. આયુર્વેદ અતિ પ્રાચીન, પવિત્ર અને ભારતીય તેમજ આખી દુનિયાની પ્રજાને આશિર્વાદરૂપ એકમાત્ર મૂળભૂત વૈદક શા અસ્તિત્વમાં છે. આ હકીકત હવે બીજા દેશો પણ સ્વીકારતા થાય  છે. આયુર્વેદ ભારતીય પ્રજાના ધર્મમાં સંસ્કાર જીવન, સમાજના સર્વ પાસાઓ સો વણાયેલ છે. અદ્યતન સંશોધન કરતા વિજ્ઞાનીઓ પણ વૈધકીય એટલે કે, શારીરિક સારવાર અંગેના ઔષધો-જડીબુટ્ટીઓ પ્રત્યે આશ્ર્ચર્ય તા શ્રદ્ધાની દ્રષ્ટિએ જૂએ છે. સમગ્ર રીતે વિચારતા આયુર્વેદ દ્વારા વિશ્ર્વ રોગમુક્ત ઈ શકે તેમ છે. દેશ-વિદેશમાં આયુર્વેદનો વધુને વધુ પ્રચાર-ફેલાવો થાય તેમજ લોકો રોગમુક્ત થાય તે માટે પ્રયત્ન કરાય છે.

આચાર્ય ઘનશ્યામજી મહારાજએ ‘અબતક’ સોની વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમો મુળ કચ્છના ૪૫૦ વર્ષ પહેલા અમે કચ્છી કાઠીયાવાડ આવ્યા. અમારા વડવાઓએ જામનગરી પાયો નાખ્યો. તેના અનુસંધાને અમને દક્ષિણમાં બે ગામ આપવામાં આવ્યા. મેવાસા અને ધોળીધાળ તેી અમો જામનગરી સૌરાષ્ટ્રની અંદર મેવાસા ગામ ખાતે રહેવા આવ્યા. મારા પિતા રાજવી જીવરામ શાીએ ૧૯૦૦ની આસપાસ ગોંડલમાં વસવાટ કર્યો. ગામની અંદર એમને ફાર્મસી સપના કરી. ત્યારબાદ ૧૯૦૪માં આ જગ્યાએ અમે છેલ્લા ૧૧૫ વર્ષી વસવાટ કરીએ છીએ અને શોોકત વિધિ આયુર્વેદીક દવાઓનું ઉત્પાદન કરીએ છીએ. લોકોને સસ્તા ભાવે સારી દવાઓ પ્રાપ્ત ાય. એ દ્રષ્ટી અમે આ ફાર્મસી ચલાવી રહ્યાં છીએ. મહાત્મા ગાંધી જ્યારે ઈન્ડિયા આવ્યા અમારી સંસની મુલાકાત લીધી ત્યારે તેમને મહાત્માનું બિરુદ આ સંસ પર આપવામાં આવ્યું હતું. અમે છેલ્લા ૧૦૦  વર્ષી જુદી જુદી ફોર્મ્યુલાી દવાઓ બનાવી છે તે કેવી રીતે અસર કરી એ મહત્વનું હોય છે.

વિદેશી પણ ઘણા લોકો અમારે ત્યાંથી દવાઓ લેતા હોય છે. ભારતમાં દરેક પ્રાંતમાં અમારી દવાઓ પહોંચાડવામાં આવે છે. મુખ્ય શહેરોમાં વધુ અમારી દવાઓનો ઉપયોગ થાય છે. આયુર્વેદ ઔષધો એ સામાન્ય રીતે શરીર અંદર રોગને તો નાબૂદ કરે છે. સો રોગના કારણને પણ નાબૂદ કરે છે. જેથી કરીને ફરીથી એ રોગ વાની શકયતાઓ ઘણી ઓછી થઈ જાય છે. શરીરને ખૂબજ તંદુરસ્ત રાખે છે. આયુર્વેદિક દવાઓ અને કોઈ પણ શરીરની બીમારી હોય તેને જડમુળી નાબૂદ કરે છે.

ડો.રવીદર્શનએ ‘અબતક’ સોની વાતચીત કરતા જણાવ્યું હતું કે, આયુર્વેદિક તો મારા લોહીમાં જ આવેલું છે. ત્રીજી પેઢી છે મારી આયુર્વેદ સો જોડાયેલ એમ પણ હું કહી શકુ. મેં હોમિયોપેીમાં નિપૂર્ણતા મેળવી છે. મને આયુર્વેદનો શોખ પહેલેી જ હતો. અમારી આ માનવ સેવા આપતી જે ફાર્મસી છે. તેને આગળ વધારવાનો મને પહેલેી જ ખુબ ઉત્સાહ છે. તેમજ અહીં હજી અમે જૂની પધ્ધતિી જ હજુ દવાઓનું ઉત્પાદન કરી છે જે ફોર્મ્યુલા મારા દાદાજીએ આપ્યું. તેને જ અનુસરીને અહીં કામ ાય છે. આજે પણ અમે ભટ્ટીનો ઉપયોગ કરી છે. જેમાં છાણ, લાકડા, વાપર્યા હોય છે. આપણા શા પ્રમાણે જ અમે કાર્ય કરીએ છે. અમે શુદ્ધ દ્રવ્યો વધુ વાપરીએ છીએ. આયુર્વેદ પણ કહ્યું છે કે, આખા શરીરને ઉપરી લઈ નીચે નિદાન કરો અને જડમુળમાંી રોગને નાબૂદ કરો. ગુણવત્તામાં અમે ક્યારે ચલાવી લેતા નથી. લોકોને વધુ સારી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દાવાઓ મળી રહે એ અમારો સતત પ્રયાસ રહેતો હોય છે.

આપણા શરીરને વધુને વધુ તંદુરસ્ત બનાવવું જોઈએ. આપણને કોઈ પણ બિમારીની અસર જલ્દી લાગુ ના પડે. તે માટે કાયમી ધોરણે તમે ચમનપ્રાસનું સેવન રોજ કરતા રહો. આપણું જે જીવન ધોરણ છે. ખોરાકનું તેમાં ફેરફાર કરવા, રોજીંદા ખોરાકમાં બધી જ પોષણ વસ્તુઓનું સેવન કરવું તેમજ સિઝન પ્રમાણેનો ખોરાકમાં ફેરફાર કરતો રહેવો. ખાસ તો શાળા અને કોલેજોમાં નિયમીત રીતે એક વખત દિવસમાં આયુર્વેદને લઈ ચર્ચાઓ કરવી જરૂરી છે. તે માટે કેમ્પ શિબિર, સેમીના કે કોઈ સારી ઈવેન્ટ પણ કરી શકાય છે.

Loading...