જન કલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન કેમ્પ સાથે ચક્ષુદાન-દેહદાનની જનજાગૃતિ

કેમ્પમાં બે અંગદાન-સાત ચક્ષુદાન અને ત્રણ દેહદાન માટે સંકલ્પ પત્ર ભરાયા

વિશ્વ અંગદાન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં છેલ્લા દશ વર્ષથી સક્રિય કાર્ય કરતી જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રકતદાન શિબિર સાથે અંગદાન દેહદાનના સંકલ્પ પત્રો ભરવા માટે કાર્યક્રમ આસુતોષ હોસ્પિટલ ખાતે યાજેવામાં આવેલ હતો. આ કેમ્પનો શુભારંભ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા વરદ હસ્તે કરાયોહતો.

પ્રારંભે જ હોસ્પિટલનાં તબીબ ડો. વસુધા જોશી, ડો. અતુલ જોશી, રકતદાન કરી જનજાગૃતિ સાથે સેવા જયોત પ્રગટાવી હતી. કાર્યક્રમમાં બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિત જાની, માજી પ્રમુખ અને સામાજીક અગ્રણી જર્નાદન આચાર્ય, માતૃવંદના કોલેજનાં આચાર્ય ડો. રવિ ધાનાણી, સાહિત્યકાર નટવરભા, આહલપરા, લાયન્સ કલબના બીપીનભાઈ મહેતા, સંજય જોશી, મુકેશભાઈ પંચાસરા, સુનિલભાઈ શાહ, ભાજપના મિડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ તથા મધુબેન પટેલ સહિતના મહાનુભાવો હાજર રહીને સંસ્થાના કાર્યોની સરાહના કરી હતી.

પ્રારંભે સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતાએ સૌનું સ્વાગત કરીને કેમ્પ ખૂલ્લો મૂકયો હતો. આત કે સંસ્થાના દેવીબેન મહેતા, વિનુભાઈ પરમાર, અનંદભાઈ રાજા, સુરેશભાઈ દવે, દિક્ષિતા હિરપરાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પમાં ૨૦ વ્યકિતએ ર્કતદાન સાથે બે અંગદાન,, સાત ચક્ષુદાન અને દેહદાન માટે ત્રણ સેવા ભાવી વ્યકિતએ સંકલ્પ પત્રો ભરીને ઉમદા સેવાનું ઉદાંહરણ પૂરૂ પાડેલ હતુ. સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દેહદાન ઓર્ગન ડોનેશનની જનજાગૃતિ ફેલાવવા નગરજનોમાં ઉમદા કાર્યકરી રહી છે. સમાજ સેવા સાથે મેડિકલ સેવા જેવા વિવિધ પ્રોજેકટો ચલાવીને જનકલ્યશર સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ ઉમદા કાર્યકરી રહી છે.

અંગદાન-ચક્ષુદાન, દેહદાન પ્રચાર જરૂરી: ઉમેશ મહેતા-પ્રમુખ જન કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ

કોરોના મહામારીમાં સમાજના તમામ કાર્યક્રમો બંધ હોવાથી ઓર્ગન ડોનેશન માટે કાર્યક્રમો થઈ શકતા નથી અમારી સંસ્થા મહિનાના દર મંગળવારેઅલગ અલગ સ્પોટ ઉપર જાગૃતિ બેનર સાથે ઉભા રહીને જનજાગૃતિ લોકોમાં ફેલાવે છે. વિશ્ર્વ અંગદાન દિવસ ૧૩ ઓગષ્ટે પંચનાથ મંદિરે સવારે ૯ થી ૧૨ ને સાંજે ૪ થી ૮ વચ્ચે ઓર્ગન ડોનેશનના સંકલ્પ પત્રો ભરવાનો કાર્યક્રમ રાખેલ છે. અંગદાન ચક્ષુદાન તથા દેહદાન માટે ગમે ત્યારે ૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર સંપર્ક કરી શકો છે.

એક તબીબ તરીકે રકત આવશ્યકતા વધારે સમજી શકું: ડો. અતુલ જોશી-આસુતોષ હોસ્પિટલ

માનવીને સર્જરી કે નાની મોટી બિમારીમાં લોહી ચડાવવું પડે છે, ત્યારે કોઈ રકતદાતા રકતદાન કરશે તો જ બીજાને રકત મળી શકે છે. એક તબિબ તરીકે લોહીની જરૂરિયાત કોઈકના જીવન બચાવવા માટે કેટલું જરૂરી છે. એ હું સારી રીતે સમજી શકું છું એટલા માટે મે આજે કેમ્પમાં સૌથી પહેલું રકતદાન કરીને લોક સેવા કરી છે. અન્યલોકોએ પણ દર ત્રણ મહિને રકતદાન કરવું જ જોઈએ.

Loading...