Abtak Media Google News

તાજેતરમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ પખવાડીયા ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂના અધ્યક્ષસ્થાને એવોર્ડ વિતરણ સમારોહ મહાત્મા ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો.

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ વર્ષ-૨૦૧૮-૧૯ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા રાજયકક્ષાએથી મળતા કુટુંબ નિયોજનના લક્ષ્યાંક સામે ૧૦૦ ટકા સિધ્ધિ મેળવવા બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમોને અભિનંદન પાઠવ્યા હતા.

Awards-Distribution-Concerts-Under-The-Celebration-Of-World-Population-Day-In-Surendranagar
awards-distribution-concerts-under-the-celebration-of-world-population-day-in-surendranagar

આ કાર્યક્રમમાં જિલ્લામાં આશા વર્કરથી લઈને તાલુકા હેલ્થ ઓફિસર સુધી તમામ કેડરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૮૦ કર્મયોગીઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાની સપ્તધારા ટીમ દ્વારા બેટી બચાવો અને કુટુંબ કલ્યાણના સુંદર નાટક પણ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.પરમાર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.કે.વાઘેલા દ્વારા આભારવિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સિવિલ સર્જન એન.બી.રાવલ સહિત જિલ્લાના આરોગ્યના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.