Abtak Media Google News

કોરોનાના વધતા જતા કેસને ઘ્યાનમાં રાખી રાત્રી દરમિયાનના કફર્યુનો કડક અમલ કરાવાશે: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

કોરોના વાયરસ બેકાબુ બની વધુને વધુ પ્રસરી રહ્યો હોવાથી જયા-પાર્વતીના વ્રત નીમીતે આજે બાળાઓ જાગરણ કરતી હોય છે. જાગરણ કરવા શહેરના ફરવા લાયક સ્થળોએ જઇને જાગરણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોતાની શેરીમાં જ રહી સોશિયલ ડિસ્ટન્સ સાથે જ જાગરણ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અનુરોધ કરી રાત્રીના ૧૦ થી સવારના પ વાગ્યા સુધી કર્ફયુનો કડક રીતે અમલ કરાવવામાં આવશે તેમ જણાવ્યું છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલ હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ભારતમાં ફેલાતી અટકે તે માટે તા. ૧-૭-૨૦ થી અનલોક-ર જાહેર કરવામાં આવ્યું છે. સરકારની માર્ગદશીકા મુજબ જરુરી સાવચેતી રાખી જાહેર જીવનમાં છુટછાટ આપવામાં આવી છે. જે દરમ્યાન આવતા ત્યોહારો તથા વ્રતો દરમ્યાન પણ કોરોના વાયરસની મહામારી વધુ ફેલાય નહી તેની તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે. . તા. ૭-૭-૨૦ ના રોજ જયાપાર્વતી વ્રતનું જાગરણ હોય જે દરમ્યાન વ્રત રહેનાર પોતાના વડીલો સાથે રાત્રીના બહાર જાગરણ કરવા નીકળતા હોય છે જેથી કોરોના વાયરસની મહામારીને ઘ્યાનમાં રાખી કોરોના વાયરસની મહામારી વધુ ફેલાતી અટકે તેવા હેતુથી જયાપાર્વતી વ્રતના જાગરણ દરમ્યાન પોતાની સોસાયટીમાં જ જાગરણ કરવું અને સોશીયલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવું તેમજ પોલીસ કમિશ્નર દ્વારા અનલોક-ર અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. અનલોક-ર દરમ્યાન રાત્રીના ૧૦ થી સવારના પ સુધી કફર્યુ જાહેર થયેલ છે જે અંગે ગઇ તા. ૧-૭-૨૦ થી આજ રોજ ૭-૭-૨૦ દરમ્યાન રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગના કુલ ૧૯૫ ગુન્હાઓ તથા કુલ ૬૯૩ વાહન ડેટેઇન કરવામાં આવેલ છે તેમજ કફર્યુ સમય દરમ્યાન કુલ ૮૭ ગુન્હાઓ તથા કુલ ૪૭૪ વાહન ડીટેઇન કરવામાં આવેલ છે તેમજ જાહેરમાં માસ્ક પહેરીયા વગર તથા જાહેરમાં થુંકવાનાર કુલ ૧૮,૨૪૫ વ્યકિતઓને કુલ રૂ. ૩૬,૪૯,૦૦૦ દંડ કરવામાં આવે છે અને રાજકોટ શહેર પોલીસ દ્વારા દિવસ દરમિયાન માસ્ક પહેરીયા વગર નીકળનાર ના કેસો તેમજ રાત્રીના કફર્યુ ભંગની કાયદેસરની કાર્યવાહીનો કડક અમલવારી કરવામાં આવનાર છે જેથી રાજકોટ શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે જયાપાર્વતી વ્રતના જાગરણ દરમ્યાન પોતાની સોસાયટીમા જ જાગરણ કરવુ કોઇએ બહાર જાહેર માર્ગોમા કફયુ સમય દરમ્યાન નીકળવું નહીં તેમજ સોશ્યિલ ડીસ્ટન્સ તથા સરકારની માર્ગદર્શીકાનુ ચુસ્તપણે પાલન કરી પોલીસને સહકાર આપવા અપીલ કરવામા આવી છે.

તેમજ કફર્યુ સમય જે રાત્રીના કલાક ૧૦ થી સવારના ૫ સુધી જાહેર થયેલ હોય જે સમય દરમ્યાન ઇમરજન્સી કામ સીવાયના તમામને જાહેરમા અવર જવર ઉપર પ્રતિબંધ જાહેર કરવામા આવેલા છે જેનુ પાલન નહીં કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આ સમય દરમ્યાન કેસરી હિન્દ પુલ તથા કાલાવાડ રોડ અન્ડર બ્રીજ ઇમરજન્સી અવર જવર માટે ચાલુ રાખવામાં આવેલો . તેમજ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલા તમામ ઓવરબ્રીજ અવર જવર માટે બંધ રાખવામાં આવેલા છે. તેમજ મુખ્ય પ્રવેશ દ્વારા ગણાતા માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, આજીડેમ ચોકડી, ગોંડલ ચોકડી, કટારીયા ચોકડી, બેડી ચોકડી ખાતે રાત્રીના ૧૦થી ૫ વાગ્યા સુધી તમામ ઇમરજન્સી સીવાયના વાહનોને પ્રવેશ બંધી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.