Abtak Media Google News

એસેસરીઝ ઉપર ૨૮ ટકા જીએસટીના કારણે ઉઘોગ મંદીમાં સંપડાયો: જીએસટીની અમલવારી એક વર્ષ લંબાવવા વેપારીઓની માગ

સમગ્ર દેશભરમાં જી.એસ.ટી. ના અમલીકરણ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વેપારી વર્ગમાં ભારે અસમજણની સ્થિતિ પ્રવર્તી રહી છે. ખાસ કરીને સ્ટોક બાબતે વેપારીઓમાં ભારે ગભરાહટની સ્થિતિ જોવા મળી છે. મોટા ભાગના વેપારીઓની મનોસ્થિતિ નવી ગોલ્લ અને નવો દાવ જેવો છે. ત્યારે રાજકોટના ઓટોમઇલ્સ એસેસરીઝના વેપારીઓની મુંઝવણ ખુબ જ વધી રહી છે. એક બાજુ રાજકોટના ઓટોમાબાઇલ્સના વેપારીઓ બે ફિકર જોવા મળી રહ્યા છે. જયારે ઓટોમોબાઇસલ્સ એસેસરીઝના વેપારીઓમાં ભારે અસમજસ જોવા મળી રહી છે. અબતક દ્વારા રાજકોટના ઓટોમોબાઇલ્સ શો-‚મ અને એસેસરીઝના વેપારીઓએ મુલાકાત લઇ તેમની વ્યથા સાંભળી હતી.

Vlcsnap 2017 06 26 10H06M48S137રાજકોટ જે.કે. ઓટોમોટીવના મેનેજર રાજ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિ જોતા ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કોઇ ફરેફાર નહી આવે જી.એસ.ટી. થી  કોઇ તકલીફ પણ ની પડે હાલમાં સ્ટોકની સ્થિતિમાં કોઇ ફેરફાર નથી. હાલના સ્ટોક લેવલથી જ અમે જી.એસ.ટી. અમલવારી બાદ કામ કરશું. હાલમાં ઘણા બાઇકો પર અમે ઓફર્સ રાખી છે. હાલમાં ૩ ગ્રાહકનો ફલો જે છે. એ જ

જી.એસ.ટી. બાદલ રહેશે. તેમ લાગી રહ્યું છે. હિરો મોપેડ પર અત્યારે બજાજમાં ફી ઇન્સ્યોરન્સ છે અને ભવિષ્યમાં હિરો બે બાઇક નવા લોન્ચ કરી રહ્યું છે.

Vlcsnap 2017 06 26 10H07M23S240રાજકોટ અતુલ મોટર્સના ટીમ લીડર રાહુલ કેમરાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જી.એસ.ટી.ના અપડેટ પ્રમાણે અમલવારી બાદ ભાવમાં થોડો વધારો થશે. મારુતિ સુઝુકીની કારમાં જી.એસ.ટી. ની અમલવારી બાદી  ભાવ નકકી થશે. અત્યારે લોકોને એવું છે કે જી.એસ.ટી. બાદ ભાવમાં વધારો થશે જેથી હાલ લોકો વધુ ગાડી ખરીદી રહ્યાં છે. મારુતિ સુઝુકીમાં હાલ નવી સ્વીફટ ડીઝાઇર બ્રિઝા ખુબ જ ચાલે છે ગર્વમેન્ટનું જી.એસ.ટી. ડીસીઝનથી ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ફરેફાર નહી પડે, ભાવમાં થોડો ઘણો ફેરફાર થશે પણ જેમ જેમ લોકોમાં જાર્ગતિ આવશે એટલે લોકોની જી.એસ.ટી. પ્રત્યેની ગેરસમજ દુર થશે. હાલમાં કાંઇ ઓફર નથી પણ જી.એસ.ટી. બાદ લગભગ કંપની નવી ઓફર આપશે.

Vlcsnap 2017 06 26 10H07M58S80રાજકોટ આઇ.બી. ગ્રુપના સી.ઇ.ઓ. આનંદ રાડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જી.એસ.ટી. અમલવારી બાદ ઓટોમોબાઇલ ક્ષેત્રે પ્રગતિ થશે. અત્યાર સુધી જે પરિસ્થિતિ હતી તેમાં જ રીતે ટેક્ષ લાડવામા: આવતો તેના કરતા: ખુબ જ લાભદાયી થશે તેવું લાગી રહ્યું છે. ગ્રાહકોને એવું લાગી રહ્યું છે કે જી.એસ.ટી. બાદ ખુબ જ ભાવ વધી જશે. માર્કેટ મંદુ થઇ જશે. સ્ટોકમાં કોઇ ફર્ક નહી પડે. એક ફાયદો ઓટોમોબાઇલ ડિલર્સને થયો જ છે કે આ મહીનમાં જે સેલ અમે ઇચ્છતા હતા તેના કરતા ૩૦ ટકા વધારો થયો છે. અમારા આઇ.બી. ગ્રુપ જેમાં પુંડાઇ, રેનોલ્ટ અને નિશાંન તેમાં બધે જ ખુબ જ સારી સ્ક્રીમો છે. શ્રાવણ માસમાં પણ ખુબ જ સારી સ્ક્રીમો લઇ આવવાના છીએ. માર્કેટ આવી સારી રીતે જ ચાલશે તેવું અમો ઓટોમોબાઇલ ડીલર્સને લાગી રહ્યું છે.

રાજકોટ સાગર ઓટોમોબાઇલ એસેસરીઝના ઓનર પુનીત ‚ગાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે ૨૦૦૬ થી અમારે કાર એસેસરીઝનો બિઝનેશ ચલાવીએ છીએ. હાલ, અમારો ધંધો દિવસે દિવસે નીચો આવતો જાય છે. કેમ કે કારની બધી જ કંપની હવે બધુ જ  પ્રોવાઇડ કરી રહી છે. અને જી.એસ.ટી.માં એસેસરીઝના ધંધાર્થીઓને ૨૮ ટકાના દરમાં રાખ્યા છે. જે ખુબ જ વધારે કહેવાય, ૧૫ ટકામાંથી ૨૮ ટકામાં જંપ થયા છીએ. અને ખાસ નોટબંધીની અસર પણ દેખાઇ રહી છે. આવતા એકાદ વર્ષ સુધી મંદીનો પીરીયડ ભોગવવો પડે તેવું લાગી રહ્યું છે. જી.એસ.ટી લાગુ થયા બાદ ગ્રાહકોને કોઇ ફાયદો નહી થાય થોડું મોંધુ વેંચાણ થશે. મંદીના હિસાબે હાલમાં કાંઇ છે નહીં.

જી.એસ.ટી. થી ૧૦ લાખ નીચેના ભાવની કાર મોંધી થવાની છે. અને તેના ઉપર પ્રીમીયર સેગમેન્ટની ગાડી સસ્તી થવાની છે. જી.એસ.ટી. સામે અમોને કાંઇ વાંધો નથી. જે સ્લેબ નકકી કરાયા છે. તે ખુબ જ વધુ છે. અમારી માંગણી એ જ છે કે બધી કંપની પહેલા સેફટી ને ઘ્યાન આપે સૌથી પહેલા એ.બી.એસ. એરબેગ ની જરુરીયાત છે તો એ વસ્તુ કંપની આપે તો અમારી જરુરીયાત સંતોષાય છે.

રાજકોટ ગોંડલ રોડ પર સ્થિતિ પુનિત ઓટોમોબાઇલ એસેસરીઝના ડિલર નીમેષ જોગાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૯૯૦ થી અમે આ ધંધામાં સંકડાયેલા છીએ. માર્કેટમાં હાલ જી.એસ.ટી. ને લઇ અફડાતફડી સર્જાઇ છે. આજે ધંધામાં પણ હાલાકી ભોગવી પડી રહી છે. નોટબંધી બાદ તો માહોલ કે જેની અસર અત્યારે દેખાઇ રહી છે. ગર્વમેન્ટ જુલાઇમાં અમલવારી કરે છે. તેના કરતાં આવતા વર્ષ પર લઇ ગયા હોત તો લોકો માટે અને ખાસ અમારા માટે લાભદાયી રહે. હાલની ૫રિસ્થિતિથી એવું લાગે છે કે જી.એસ.ટી. થી ધંધા ઠપ્પ થઇ છે. અન્ય દેશની સરખામણીએ જી.એસ.ટી.ની ટકાવારી ભારતમાં ખુબ જ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.