Abtak Media Google News

પોતે ‘ગે’ હોવાનાં વાયરલ થયેલાં મેસેજ અંગે ફોકનરની ચોખવટ

૨૧મી સદી સોશિયલ મિડીયાની હોય તેવું લાગી રહ્યું છે. કારણકે સોશિયલ મિડીયામાં મેસેજ કે પછી અન્ય કોઈપણ પોસ્ટ વાયરલ થતાં સહેજ પણ વાર લાગતી નથી અને ત્યારબાદ તે વાયરસ પણ એટલું જ બની જતું હોય છે ત્યારે એક એવી જ ઘટના સામે આવી જેમાં ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર જેમ્સ ફોકનર ‘ગે’ હોવાનું સામે આવ્યું હતું પરંતુ વાયરલ થયેલાં મેસેજ અંગે ફોકનરે ચોખવટ કરતાં જણાવ્યું હતું કે, તેનાં ૨૯માં જન્મદિન નિમિતે તે તેના સૌથી અંગત મિત્ર અને તેની માતા સાથે તે રાત્રી ભોજન લેવા બહાર ગયો હતો પરંતુ સોશિયલ મિડીયામાં મિસ અન્ડર સ્ટેન્ડીંગ થવાના કારણે જેમ્સ ફોકનર ગે છે તેવી વાત સામે આવી હતી.

૨૯ વર્ષીય જેમ્સ ફોકનરે જણાવ્યું હતું કે, તે ગે નથી તેમ છતાં એલજીબીટીકયુ સમુદાય તરફથી તેમને જે પ્રતિસાદ મળ્યો છે તે ખુબ જ સરાહનીય છે. તેને વધુમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પ્રેમ પ્રેમ જ હોય છે કે પછી મિત્ર સાથેનો હોય કે પછી અન્ય કોઈ સાથે. ત્યારે રાત્રી ભોજનમાં ગયેલા જેમ્સ ફોકનર સાથે તેમની માતા અને તેમનાં અંગત મિત્ર અંગે જે ફોટો વાયરલ થયો તેમાં તેને જવાબ આપતાં જણાવ્યું હતું કે, ભોજન લેવા આવેલો તેનો પાંચ વર્ષ જુનો મિત્ર છે નહીં કે કોઈ ગે સંબંધ સાથે સંકળાયેલો. ફોકનર દ્વારા ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ‘બેસ્ટ મેટ’ લખવામાં આવ્યું હતું પરંતુ તેણે એડીટ કરતાં બેસ્ટ મેટ ન લખાતા આ સમગ્ર ઘટના સામે આવી હતી જેમાં ઓસ્ટ્રેલિયન ઓલ રાઉન્ડર જેમ્સ ફોકનરને ગે હોવાનું સામે આવ્યું હતું. સોશિયલ મિડીયાનો અતિરેક ઉપયોગ અને તેની અણસમજણનાં કારણે આ પ્રકારનાં કિસ્સાઓ વારંવાર બનતા હોય છે ત્યારે ફોકનર પણ સોશિયલ મિડીયાનો ભોગ બન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.