મલ્હાર લોકમેળામાં યાંત્રિક આઇટમના પ્લોટની ૧૪ ઓગસ્ટે હરાજી

95

રાજકોટ તારીખ ૧૨ ઓગસ્ટ – આગામી તારીખ ૨૨ થી ૨૬ ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર મલ્હાર લોકમેળામાં વિવિધ કેટેગરીની યાંત્રિક આઈટમની હરરાજી હવે તારીખ ૧૪ ઓગસ્ટ બુધવારે બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી યોજાશે.

આ હરરાજી અગાઉ તારીખ ૧૦ ઓગસ્ટના રોજ યોજાવાની હતી પરંતુ યાંત્રિક આઈટમની હરરાજી માં અમુક પ્લોટની હરરાજી મુલતવી રાખવામાં આવેલ હતી. આ હરરાજીમાં ફાળવણી ન થઈ હોય તેવા માગણી દારો અસલ ફોર્મ ની પાવતી સાથે હરરાજીમાં ભાગ લઇ શકશે જેની સંબંધ કરતા હોય એ નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ શહેર એક યાદીમાં જણાવાયું છે

Loading...