Abtak Media Google News

વકતાઓ દ્વારા રામચરિત માનસ અંગે વિશદ ચર્ચા

મહુવાના કૈલાસ ગુરુકુળમાં તુલસી જયંતિ ઉપલક્ષમાં યોજાયેલા પંચ દિવસીય મહોત્સવના દ્વિતિય દિવસની બે સંગોષ્ઠિમાં વિવિધ વકતાઓએ રામચરિત માનસના વિવિધ બિંદુઓની વિશદ ચર્ચા, રસપ્રદ છણાવટ કરી પૂ.મોરારીબાપુ એક ભાવક તરીકેની પરિસ્થિતિને સૌએ વધાવી તે બાબત સુવિદિત છે કે ઉત્તર હિન્દુસ્તાન પ્રાંતના મોટી સંખ્યામાં કાવાચકો પૂ.મોરારીબાપુની નિશ્રામાં આ કાર્યક્રમમાં હિસ્સો બનવા વિશેષ પધાર્યા છે.

પ્રમ સંગોષ્ઠિનું સંબોધીત કરતાં લલિતપુરના કૃષ્ણાદેવીજીએ લક્ષ્મણજીના વનવાસના મનોમંન આબેહૂબ વર્ણન કર્યું. દિલ્હીના રસરાજીએ જણાવ્યું કે, ભગવાન નિર્ગુણમાંથી સગુણ સ્વરૂપ પધારે છે. કારણ કે તેમને તેમના ભક્તો માટે ખૂબ અનુરાગ છે. નંદલાલ ઉપાધ્યાયજીએ હનુમાનજીએ જ્ઞાન, કર્મ, ઉપાસના અને શરણાગતિ એમ ચાર પિતાના સંતાન હોવાનું જણાયું. મનિષ શાીજીએ કા ગંગા અને ભાગીરી ગંગા બંનેના નિમિત્તે પૂ.તુલસીદાસજી હોવાનું ગૌરવ કર્યું.

વધુમાં ઉમેર્યું કે કાગંગા ક્રોધાદિ અજ્ઞાનને મિટાવે છે. જયંતી કિશોરીજી અને સતીશચંદ્ર ત્રિપાઠીએ કેવટના પ્રસંગોને ખુબ ભાવવાહી રીતે રજૂ કરી ભગવાન રામજીના ચરણોમાં ૨૪ રેખાઓ હોવાી એના ચરણ ધોવામાં કેવટની ભાવવાર્તા સુંદર રીતે પ્રસ્તુત કરી. અયોધ્યાના વકતા નરહરિદાસજીએ ખૂબ રસપૂર્ણ ભગવાન રામના ગુણોનું વર્ણન કયુર્ં. વાલ્મિકી રામાયણ સંદર્ભ ટાંકીને કાગંગાના વિવિધ મુદ્દાઓની ધારદાર ચર્ચા

કરી. પૂ.મોરારીબાપુની માનસાભિમુખતાને તેણે પદપ્રસ્થિતિ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. બપોર બાદની સંગોષ્ઠીના વકતાઓ અચ્યુતાનંદજી, રામાનંદ શરણજી, સુધા કિરણજી, પ્રજ્ઞાભારતીજી (ભોપાલ), બ્રિજેશ દીક્ષિતજીએ માણસના વિવિધ દ્રષ્ટિકોણની વિવેચનાત્મક રીતે રજૂઆત કરી હતી.

કાકારો સુંદર સંકલન ક્રિષ્નાનંદ ત્રિપાઠીજી કરી રહ્યાં છે. સંકલન અને સંચાલન હરિશ્ચંદ્ર જોશીએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.