Abtak Media Google News

કારમાં આવી ચાર શખ્સોએ ધોકા વડે દુકાનમાં તોડફોડ કરી

શાપરમાં ટીલાળા ગેઇટ વાળા રોડ પાસે યુવાનની પાનની દુકાને બેસી બે આવારા તત્વો યુવતિઓના ચેઇન ચાળા કરતાં હોય જે બાબતે ધંધાર્થીએ ટપારતા ચાર શખ્સોએ કારમાં આવી ધોકા વડે દુકાનમાં તોડફોડ કરી યુવાનને માર માર્યાની ઘટના શાપર પોલીસ મથકમાં નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રણછોડનગરમાં રહેતો અને શાપરમાં ટીલાળા ગેઇટ પાસે રાજ પાન એન્ડ કોલ્ડીંકસની દુકાન ધરાવતો કરણ સુરજભાઇ ચૌહાણ નામનો ૧૮ વર્ષનો યુવાન પોતાની દુકાને હતો ત્યારે સમીર, સદામ, અંકીત અને સાજીદે જીજે ૦૧ કે ઉેલ ૮૫૦૩ નંબરની કારમાં ધસી આવી દુકાનમાં તોડફોડ કરી યુવાનને માર માર્યાની પોલીસ ચોપડે નોંઘઇ છે. કરણ ચૌહાણે પોલીસ ફરીયાદમાં નોંધાવ્યા મુજબ પોતાની દુકાને સમીર અને સદામ બન્ને આવારા તત્વો યુવતિને ચેઇન ચાળા કરતા હોય જે બાબતે કરણે બન્નેને ટપારતા ઉશ્કેરાયેલા સમીર સદામ અને તેના બે સાગીરત અંકિત અને સાજીદે કારમાં ધસી આવી દુકાનમાં તોડફોડ કરી યુવાનને માર માર્યાનું ફરીયાદમાં નોંધાવ્યું હતું. પોલીસે ચારેની સામે ગુનો નોંધી વધુ કાયવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.