Abtak Media Google News

સર્વદલીય સાર્વજનિક ર્પ્રાનાસભામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, સાહિત્યકારો- લેખકો, પત્રકારો, વેપારી- સામાજીક- શૈક્ષણિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિ

શ્રધ્ધેય અટલજી સહમતિ બનાવી સૌને સાથે રાખીને ચાલવાવાળા નેતા હતા  તેઓ ટકરાવની રાજનીતિ નહીં પરંતુ ગઠબંધનની રાજનીતિના મર્મજ્ઞ હતા : ઓ.પી. કોહલી

ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેય અટલ બિહારી બાજપાઇજીને શ્રધ્ધાસુમન ર્અણ કરવા સર્વદલીય સાર્વજનિક પ્રાથનાસભા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ઓડીટોરીયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે યોજાઇ હતી.

આ પાર્થનાસભામાં શ્રધ્ધાંજલી અર્પતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે આજે અટલજી આપણી વચ્ચે નથી એ વાત આપણને અકળાવે છે. અટલજી સૌના પ્રિય હતા. તેમનું સંપૂર્ણ જીવન અને તેમના સમયની ક્ષણ-ક્ષણ દેશ માટે સમર્પિત હતી. આદરણીય અટલજી હરહંમેશ નવા અભિગમ અને ખુલ્લા મની સૌને માર્ગદર્શીત કરતા હતા.

રાજનીતિમાં પણ તેઓ તમામ પક્ષોને સાથે રાખી શકતા હતા. તેમના દ્રઢ મનોબળ અને દેશપ્રેમના દર્શન પોખરણ અણુધડાકામાં જોવા મળ્યા. તેઓ પ્રખર વકતા તેમજ વિચક્ષણ રાજનેતા હતા. એક સમયે ઇંદિરાજીએ પણ કહ્યું હતું કે અટલજી સંસદ કી શોભા હૈ, તેમનું જીવન તેમના વિચારો તથા તેમના દેશહિતના નિર્ણયોને લીધે આખો દેશ તેમને રાષ્ટ્રનાયક તરીકે સ્વીકારે છે. તેઓ ખરા અર્થમાં લોકહ્યદયસમ્રાટ હતા.2 66મહામહિમ રાજયપાલ ઓ.પી. કોહલીએ શ્રધ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, અટલજીના જવાથી એક યુગનો અંત થયો હોય એવું લાગે છે. સંબંધોમાં મીઠાશ અને સૌને આદર એ તેમના સ્વભાવની વિશેષતા હતી. તેઓ સહમતિ બનારી સૌને સાથે રાખીને ચાલવાવાળા નેતા હતા. તેઓ ટકરાવની રાજનીતિ નહી પરંતુ ગઠબંધનની રાજનીતિના મર્મજ્ઞ હતા.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આજની આ સભા એક ખરા અર્થમાં સર્વસમાવેષક શોકસભા બની છે. સર્વે મહાનુભાવોના વકતવ્યો દ્વારા સૌને અટલજીને જાણવાનો અને સમજવનો મોકો મળ્યો છે. આદરણીય અટલજીનું જીવન એ દેશના કરોડો યુવાનો માટે અને ભાજપા કાર્યકર્તાઓ માટે પ્રેરણા‚પ છે. તેઓ સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમની દિવ્યચેતના હરહંમેશ આપણને માર્ગદર્શીત કરતી રહેશે.

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા તથા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ તેમના વકતવ્યમાં શ્રધ્ધાંજલી પાઠવતા આદરણીય અટલજી સાથેના તેમના જુના પ્રસંગો વર્ણવ્યા હતા.

આજની આ સર્વદલીય સાર્વજનીક પ્રાથનાસભામાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ, વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, પૂજય સચ્ચિદાનંદજી સ્વામી, પૂજય બ્રહ્મવિહારી સ્વામી, પૂજય માધવપ્રિયદાસજી, પુજય પરમાત્માનંદજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક જયંતીભાઇ ભાડેશીયા તથા સાહિત્યકાર અને ઇતિહાસવિદ વિષ્ણુભાઇ પંડયાએ તેમના વકતવ્ય દ્વારા આદરણીય અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.