Abtak Media Google News

તા. ૧૧-૧૧-૨૦૧૮નાં રોજ કરમદીયા ગામે શહીદવીર દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા તથા સેવક સમુદાય દ્વારા કરાયુ આયોજન

કેન્દ્ર અને રાજ્ય સરકાર મંત્રીશ્રીઓ સહિત હજ્જારો લોકો જોડાશે.

પ્રકૃતિની ગોદમાં રમતા પવિત્ર ધામ ‘વાણીયાવીડી કળીયાઠાકર પ્રાકૃતિક ધામ’ તા. જેસર જી.ભાવનગર ખાતે તા. ૧૦,૧૧,૧૨ નવેમ્બર-૨૦૧૮ દમિયાન ૫૧ કુંડી ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ નું આયોજન કરેલ છે. આ સાથે તા. ૧૧/૧૧/૨૦૧૮નાં રોજ ગામ કરમદીયા, તા. મહુવા, જી. ભાવનગરના શહીદવીર શ્રી દેવાભાઈ પરમારનાં સ્ટેચ્યુનું અનાવરણ કરમદીયા ગામે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સમગ્ર પંથકમાંથી ૬૦ થી ૭૦ હજાર લોકો ભાગ લેશે.

આ યજ્ઞ દરમિયાન રાત્રીના ડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વ્યસનમુકિત જેવા સમાજીક કાર્યો પણ કરવામાં આવશે. આ અંગે જણાવતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાએ જણાવેલ છે કે, “દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અંગે સભાનતા કેળવાય તે માટે ‘રાષ્ટ્ર રક્ષા યજ્ઞ’ એક પ્રયત્ન છે.”

આ કાર્યક્રમમાં કેન્દ્ર – રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા ભક્તો બહોળી સંખ્યામાં જોડાશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.