Abtak Media Google News

બે બે મંત્રીઓ હોવા છતાં આંતરિક જુથવાદ કે રાજકારણને લઇ લોકોના પ્રશ્નો અભેરાઇએ

આયુર્વેદ યુનિ.ના નિવૃત કર્મચારીઓએ પડતર પ્રશ્ર્ને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને કરી રજૂઆત

જામનગરમાં બે બે મંત્રીઓ હોવા છતાં લોકોના પ્રશ્નો અભેરાઇ ઉપર ચડાવી દેવાય છે. લોકોએ પોતાના પ્રશ્ર્નો સરકારમાં કે પ્રતિનિધિઓ દ્વારા ઉકેલવા ન હોવાથી લોકો, કર્મચારીઓને પોતાના પ્રશ્ર્નોના ઉકેલ માટે પ્રદેશ ભાજપ પ્રમુખ પાસે ધા નાખવી પડી છે.

જામનગર ગુજરાત આયુર્વિેદક યુનિવર્સિટિમાં છેલ્લા બે વર્ષથી નિવૃત થયેલા કર્મચારીઓ હક્ક-હિસ્સો ન મળવાથી છેલ્લા ઘણા સમયથી સરકારના જુદા-જુદા વિભાગો, મંત્રી વગેરેને રજૂઆત કરવા છતાં હજુ આ પ્રશ્નનો નિકાલ ન થવાથી અંતે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પાસે આશા રાખીને નિવૃત કર્મચારી એમ.એન. ગોંડલીયાએ પત્ર લખી રજૂઆત કરી છે,

પ્રદેશ પ્રમુખ પદે સી.આર. પાટીલની નિમણુંક કરાયા બાદ પાટીલે આવતાવેત તોફાની બેટીંગ ચાલુ કરીને મંત્રીઓને કમલમમાં મંગળવારે હાજરી આપી કાર્યકરોના પ્રશ્ન ઉકેલવા માટે નિર્ણય લેવામાં આવતા ઘણાને સારૂ લાગ્યુ નથી પરંતુ ભાજપના કાર્યકરોમાં ઘણા સમય પછી પાર્ટીના આ નેતાના નિર્ણયથી કામ થવાની નવી આશા જાગી છે.

સી.આર. પાટીલના આ નિર્ણય સામે ભાજપના કાર્યકરો ઉપરાંત જનતામાં સારી અસર જોવા મળી હોય તેમ જામનગરની  આયુર્વેદિક યુનિવર્સિટિના નિવૃત કર્મચારી એમ.એન. ગોંડલીયાએ ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખીને છેલ્લા બે વર્ષથી અટકી પડેલ હક્ક હિસ્સા અને પેન્શન પ્રશ્નનો ઉકેલવવા લાવવા રજૂઆત કરીને ભાજપના મંત્રી, વિભાગો, ધારાસભ્યો વગેરે કામ કરતા ન હોવાનો નમુનો પુરો પાડયો છે

જામનગર  આયુર્વેદિક યુનિવર્સિટિના ૩૬ કર્મચારીઓ ૧ થી ૪ વર્ગના વય મર્યાદાના કારણે નિવૃત થયા બાદ હજુ સુધી હક્ક-હિસ્સા કે પેન્શન ન મળતા સરકારમાં, યુનિર્વસિટિ, લોકલ ફંડ, મંત્રી, ધારાસભ્યો વગેરેને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવી રહી છે.  કંટાળીને અંતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને પત્ર લખીને આ કર્મચારીઓએ રજૂઆત કરીને  કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોય ત્યારે નિવૃત ૩૬ કર્મચારીઓના પ્રશ્ર્ને અંગત રસ લઇને નિકાલ કરવાની માંગણી કરી છે. આમ સરકાર પર ભરોસો તુટયો હોય તેમ હવે ભાજપના કાર્યકરો ઉપરાંત જનતાને પણ નવા પ્રમુખ સી.આર. પાટીલના તોફાની નિર્ણયથી વિશ્વાસ બેઠો હોવાથી તેમને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે સરકારને બદલે સંગઠનમાં રજુઆત થઇ તે બાબત જ સમગ્ર રાજ્યમા ચર્ચાનો વિષય બન્યો છે કેમકે જે કામ સરકારે કરવાનુ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.