Abtak Media Google News

પઠાણી ઉધરાણી કરી ધાકધમકી આપતા ત્રણ શખ્સ સામે નોંધાતો ગુનો

કોઠારીયા રોડ પરના મેહુલનગર વિસ્તારમાં રહેતા અને કર્મકાંડ કામ કરતા યુવાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં જઇ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવાનને સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પગલુ ભર્યાનું બહાર આવ્યું છે.

પોલીસમાંથી પ્રાપ્ત થતી વગત મુજબ દિલીપભાઇએ ર૦૧૩ની સાલમાં શહેરના કોર્પોરેશન ચોકમાં ભાગીદારીમાં એક હોટલ ખોલી હતી. જેમાં પૈસાની જરુરીયાત ઉભી થતા કૈલાસભાઇ પુરોહિત પાસેથી રૂ ૧૨ લાખ, જબરભાઇ પાસે રૂ ૯ લાખ અને અશ્ર્વિનભાઇ પાસેથી રૂ ૩ લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લીધા હતા.

બાદમાં હોટેલમાં ભાગીદારી છોડી દીધી હતી અને આ તમામને તેમની રકમ પાછી આપી દીધી હતી. પરંતુ વ્યાજ બાકીહોય જે તે સમયે તેમણે લખાવેલી પ્રોમેસરી નોટ અને કોરા ચેકમાંથી ચેક રીટર્ન કરાવ્યો હતો. આ બાદ ત્રણેય શખ્સો તેને વ્યાજની ઉધરાણી કરી ધાક ધમકીઓ આપવા લાગ્યા હતા તેમજ ત્રણ કોરા ચેક પણ લઇ લીધા હતા આથી કંટાળીને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા દિલીપભાઇએ આજે સાંજે ફીનાઇલ સાથે ભકિતનગર પોલીસ મથકે ગયા હતા અને ત્યાં બોટલમાંથી ફીનાઇલ પી લીધું હતું. જેની જાણ થતાં હાજર સ્ટાફે તત્કાલ તેમની ૧૦૮ને બોલાવી તેમને સીવીલ હોસ્પિટલ ખસેડયો હતો હાલ પોલીસ  દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.