Abtak Media Google News

મહાજન પાંજરાપોળમાં મંગલભાવના ફરમાવી પદયાત્રા દ્વારા વિરાણી પૌષધશાળા તરફ પ્રસ્થાન કરશે: ભાવિકો માટે નવકારશી પ્રસાદ: અનેક ધાર્મિક કાર્યક્રમો

પૂ. ગુરુદેવ ધીરજમુનિ મહારાજ સાહેબ વિર્લે પાર્લે મુંબઇ મુકામે યશસ્વી ૨૦૧૮ નું ચાતુર્માસ પુર્ણ કરી ઉગ્ર વિહાર યાત્રા રાજકોટમાં આયોજીત અનેક ધાર્મિક કાર્યક્રમોમાં તેમની પ્રેરણા વ્યકત કરવા કાલે પધારી રહ્યા છે. પૂ. ગુરુદેવનું સ્વાગત રાજકોટ સ્થાન. જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળા ઉપક્રમે બૃહદ રાજકોટ સ્થા. સર્વે સંધો દ્વારા કરવામાં આવશે. આ સંદર્ભે રાજકોટના સર્વે સંઘોનું પ્રતિનિધિ મંડળ બહોળી સંખ્યામાં સ્થા. જૈન મોટા સંઘ ના નેજા હેઠળ પૂ. ગુરુદેવની વિહાર યાત્રાના વિરામ સ્થળ સાયલા મુકામે બુધવારે ના રોજ દર્શનાર્થે સુખ શાતા વ્યકત કરવા તેમજ તેમના શેષકાળ રાજકોટમાં તેમની વાણીનો સર્વે ઉપાશ્રયોને લાભ મળે તેવી દરેક સંધોના પ્રમુખોએ ભાવવંદન સાથ વિનંતી કરેલ.કાલે સવારે ૭ કલાકે રાજકોટ મહાજનશ્રી ની પાંજરાપોળ આગમન થશે ત્યાં પાંજરાપોળનું ટ્રસ્ટી મંડળ અબોલ જીવોના આશ્રય સ્થાને ભાવભર્યુ સ્વાગત કરશે. પાંજરાપોળ ટૂંકા રોકાણ દરમ્યાન મંગલભાવના ફરમાવી ત્યાં વિશાળ સંખ્યામાં એકત્રીત થયેલ ભાવિકોની હાજરી સાથે સવારે ૭.૧૫ કલાકે પદયાત્રા દ્વારા વિરાણી પૌષધશાળા તરફ પ્રસ્થાન કરશે. પૂ. ગુરુદેવ સાથેની પદયાત્રા સવારે ૮ કલાકે વિરાણી પૌષધશાળાના ઐતિહાસિક વિશાળ ખંડ પહોંચશે. ત્યા હાજર સર્વે સંઘોના પ્રમુખો, હોદ્દદારો, ટ્રસ્ટી મંડળ, કારોબારી સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ભકત હર્ષ-હર્ષ જય જય ની ગુંજ સાથે પૂ. ગુરુદેવનું ભાવભર્યુ સ્વાગત કરશે.

વિરાણી પૌષધશાળાના ખંડમાં બૃહદ રાજકોટના સંઘો અને શ્રવકગણન પ્રતિનિધિ જીતુભાઇ બેનાણીના સમારંભ અઘ્યક્ષ સાથે સભા સ્વરુપે સ્થાન ગ્રહણ કરશે. તેમની પધરામણી બદલ સ્વાગત આવકાર હર્ષના શબ્દો દ્વારા સર્વે વતિ ભાવ વ્યકત કરશે. વિરાણી પૌષધશાળામાં સ્વાગત સમારોહ સવારે ૮ થી ૯ સુધી ચાલશે. કાર્યક્રમની ૯ કલાકે પુર્ણાગુતિ નાદ સ્વ. માતુશ્રી ગુલાબબેન અનીલભાઇ મહેતા પરિવાર તરફથી ધર્મસભામાં પધારેલ સર્વે ભાવિકો માટે વિરાણી વાડી, કોઠારીયા નાકા પાસે નવકારશી પ્રસાદનું આયોજન કરાયું છે.

પૂ. ગુરુદેજ ધીરજમુનિ મહારાજ સાહેબના રાજકોટમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન રાખવામાં આવેલ છે. જેમાં મુખ્ય રાજકોટની દિકરી મોનાલીબેનની ભાગવતી દિક્ષા ઉપાશ્રયોના ઉદધાટનો તેમજ અનેક કાર્યકમોમાં પૂ. ગુરુદેવની પ્રરણા આર્શીવચનો સૌના માટે પ્રેરણાદાયી તે માટે અનેક સંઘોની વિનંતી સ્વીકારી ટુંકા રોકાણ કરવાના ભાવ છે.

કાલે સર્વેને સવારે ૭.૧૫ કલાકે મહાજનશ્રીની પાંજરાપોળ પદયાત્રામાં બહેનો લાલરંગના તથા ભાઇઓ સફેદ રંગના વસ્ત્રો પરીધાન કરી પહોચવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.