Abtak Media Google News

મેથી બાજરીના ઢેબરા

  1. મેથી એક નાની વાટકી
  2. બાજરીનો લોટ એક વાટકો
  3. ઘઉંનો લોટ એક વાટકો
  4. દહી એક વાટકી
  5. ખાંડ એક નાની ચમચી
  6. હળદર
  7. આદું મરચાંની પેસ્ટ
  8. લસણ
  9. મીઠું સ્વાદ અનુશાર
  10. ધાણા જીરું
  11. પાણી

રીત

એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ મિક્સ કરી લ્યો ત્યારબાદ તેમાં બધા જ મસાલા મિક્સ કરો સાથે દહી નાખી આદું મરચા, લસણ સાથે મિક્સ કરી લ્યો. મેથીની ભાજી બારીક સમારી મિક્સ કરી લ્યો.

આ લોટને થેપલાના લોટથી સેજ કઠણ બંધવો. ત્યારબાદ થેપલાથી નાનું અને સેજ જાડુ વણી લ્યો અને તેલમાં થેપલાની જેમ ચોળવી લ્યો.

આ વાનગીને તમે શીતળા સાતમના દિવસે દહીં, ગોળકેરી સાથે લઈ સકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.