Abtak Media Google News

યુવાનની લાશ શોધવા એનડીઆરએફની ટીમે નદીમાં દરીયા જેવા મોજા ઉછાળ્યા

બે દિવસ પહેલા સાંજે રાજકોટ મોરબી હાઈવે પર આવેલ ધ્રુવનગર ગામ નજીક પશુપાલક ભરવાડ યુવાન નદીમાં પડયો હતો. અને ભેંસનું પુછડુ પકડી નદી પાર કરવા પ્રયત્ન કરતો હતો ત્યારે ઉંડા પાણીમાં ગરકાવ થ ગયા બાદ લાપતા બન્યો હતો. આ ઘટનાના ૪૧ કલાક વિત્યા બાદ હતભાગી યુંવાનની લાશ એનડીઆરએફની ટીમે શોધી કાઢી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગૂ‚વારની સાંજે ચારેક વાગ્યાની આસપાસ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં રહેતા મોમભાઈ પુંજાભાઈ ભરવાડને ત્યાં કામ કરતો મુળ કચ્છનો ખોડાભાઈ ભરવાડ ઉ.૨૫ નામનો ભરવાડ યુવાન નદી પાર કરવા માટે પોતાની ભેંસનું પૂછડુ પકડી પાણીમાં ઉતર્યો હતો. પરંતુ ઉંડા પાણીમાં ગરક થઈ જતા સ્થાનિક લોકોએ પ્રયત્ન કરી મોરબી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. પરંતુ મોડી રાત્રી સુધી યુવાનને શોધવામાં સફળતા મળી નહતી.

બીજી બાજુ ટંકારાના મામલતદાર ઘટનાના ૧૮ કલાક વિત્યા બાદ ઘટના સ્થળે પહોચ્યા હતા. બીજી તરફ જુવાનજોધ યુવાન પાણીમાં ગરક થયા બાદ હજુ સુધી યુવાનનો પતો ન લાગતા ભરવાડ પરિવાર ચિંતાતુર બન્યો હતો. હતભાગી યુવાનના પરિવારજનોને સાંત્વના પાઠવવાનું કે તંત્ર કડક હાથે કામ લેવડાવાની તસ્દી ન લેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ૪૧ કલાક વિત્યા બાદ આ યુવાનની લાશ એન.ડી.આર.એફ.ની ટીમે શોધી કાઢી હતી. મૃતકના પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.