Abtak Media Google News

જીઆરડી જવાને રેતી ચોરી કરતા ૭૦ ડમ્પર સહિતના વાહનોની યાદી જાહેર કરી:વાહન દીઠ રૂા. ૨૫૦૦નું ઉઘરાણુ કરાતુ હોવાનો આક્ષેપ

પડધરી પીએસઆઈ ખનન માફીયાઓ પાસેથી હપ્તા લેતા હોવાની એક જીઆરડી જવાને એસીબીને ધગધગતી રજૂઆત કરી છે.જેમાં તેઓએ દરેક વાહન પાસેથી રૂા.૨૫૦૦નું ઉઘરાણુ થતુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જીઆરડી જવાને રેતી ચોરી કરતા ૭૦ ડમ્પર સહિતના વાહનોની યાદી પણ જાહેર કરી છે.

પડધરીના ગીતાનગમાં રહેતા જીઆરડી રઘુભાઈ વશરામભાઈ ડોડીયાએ એસીબીમાં અરજી કરી છે કે પડધરીમાં રેતી ચોરીકરતા ૨૦૧૮, ૨૭૬, ૮૨૦, ૫૧૫૧, ૯૧૭૧, ૭૯૩૬, ૪૨૨૬, ૨૮૧૫, ૭૪૮૧, ૨૧૮૩, ૩૫૮૫, ૬૩૫૯, ૧૭૫૪, ૬૮૦૫, ૪૪૦૭, ૩૩૬૦, ૪૭૧૨, ૩૮૭૬, ૯૫૦૬, ૪૨૪૬, ૮૭૪૪, ૧૮૮૮, ૧૯૧૫, ૭૦૭૮, ૪૩૨૧, ૩૫૨૬, ૯૫૨૬, ૬૭૫૨, ૩૭૩૬, ૯૬૯૫. ૨૧૧૯, ૩૧૩૨, ૩૫૮૨, ૨૨૭૦, ૯૬૫૫, ૯૫૧૦, ૯૪૯૭, ૬૧૩૧, ૬૮૧૧, ૩૭૫૭, ૭૦૦૧, ૫૫૫, ૧૪૦૯, ૧૭૪૪, ૭૯૫૨, ૬૦૮૨, ૧૯૫૧, ૨૭૮, ૨૧૬૭, ૩૯૯૯, ૫૯૫૨, ૬૭૨૫, ૩૪૭૩, ૨૬૯૨, ૦૭૬૮, ૨૨૭૯, ૮૮૪૦, ૫૨૭૨, ૮૯૩૯, ૨૯૨૮, ૩૯૮૫, ૦૦૭૭, ૭૧૯૩, ૬૬૮૭, ૧૩૫૬, ૨૧૨૯, ૬૦૮૨, ૩૩૬૦, ૧૨૨૭, ૯૬૯૪ વાહન નંબર ધરાવતા ડમ્પર સહિતન વાહનો પાસેથી પોલીસ દ્વારા દર મહિને રૂા.૨૫૦૦નો હપ્તો ઉઘરાવવામાં આવે છે. અગાઉ પીએસઆઈ ચૌધરી દ્વારા આ ઉઘરાણી કરવાનું કામ અમને સોંપવામા આવ્યું હતુ પરંતુ અમોએ આ કામ કરવાની ના કહેતા તેઓએ ડીએસપીને ખોટુ કારણ જણાવીને અમોને કોઈ પણ પ્રકારના વાંક વગર છૂટા કરી દીધા હતા જો આ વાહન ધારકો ને પૂછવામાં આવે તો તે પણ જણાવશે કે પડધરી પોલીસ દ્વારા ઉઘરાણા કરવામાં આવે છે. તમામ રેતીની ગાડી શામપરથી માધાપર જાય છે. હાલના પીએસઆઈ વાઢીયા અને રાઈટર યુવરાજસિંહએ પણ હપ્તા લેવાનું ચાલુ રાખ્યું છે. તેમ અરજીમાં અંતમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.