Abtak Media Google News

“વો જબ યાદ આયે…બહુત યાદ આયે”

મૂળ નામ અસદુલ્લાખાન ઉપરથી અસદ ભોપાલી જન્મ ૧૦ જુલાઇ ૧૯૨૧માં ભોપાલમાં થયો હતો. ૧૯૪૯માં દુનિયા ફિલ્મથી ગીતો લખવાનું શરૂ કર્યુ ને ૯ જુન ૧૯૯૦માં અવસાન થયું છેલ્લે તેમણે ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મમાં ગીતો લખ્યા જેમાં ‘દિલ દિવાના બિન સજના કે’ ગીત માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો

ગુલઝાર અને સિબબલ ચેટર્જી દ્વારા સંકમિત હિન્દી સીનેમાના વિશ્ર્વ કોશમાં અસદ ભોપાલીને કેટલાક નામ જે હિન્દી ફિલ્મોના ગીતો ના યોગદાન માટે બહાર ઉભા રહ્યા, ઓછી પ્રસિઘ્ધિ મળી તેવી નોંધ કરી હતી. અસદ ભોપાલીએ આધીરાત, મોતી મહલ, ઇંસાફ, તુન હી ઔર સહી, પ્યાર કા સાગર, પારસમણી, લુટેરા, આયા તુફાન, હમસબ ઉસ્તાદ હે, એક સપેરા એક લુટેરા, છૈલાબાબુ, આગ, હમ સબ ચૌર હૈ, ગુમરાહ, દાદા જેવી વિવિધ ફિલ્મો માટે સદાબહાર ગીતો લખ્યા હતા.

મૂળ નામ અસદુલ્લાહખાન જન્મ ૧૦ જુલાઇ ૧૯૨૧ ભોપાલમાં થયો. તેમનું અવસાન ૯ જુન ૧૯૯૦ ના રોજ ૬૮ વર્ષે બોમ્બે ખાતે થયેલ હતું. છેલ્લે ૧૯૯૦માં ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’માં ગીતો લખ્યા હતા. જેના માટે ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. એવરગ્રીન ગીતો તેમણે આપ્યા પણ તે બહુ જ ઓછા પ્રચલિત ગીતકાર તરીકે થયા, મૂળ નામથી ફેરફાર કરીને અસદ ભોપાલી કરી નાખ્યું.

તે ખુબ જ સારા કવિ હતા. ફારસી ભાષાના શિક્ષક મુન્શી અહમદખાનના સૌથી મોટા સંતાન હતા. ભોપાલથી ૧૯૪૯માં મુંબઇ આવ્યા. થોડો સમય મુશ્કેલીમાં સમય પસાર કર્યો ને માત્ર ર૮ વર્ષથી ઉંમરે ફિલ્મ જગતમાં ગીતકાર બન્યા, પ્રથમ ફિલ્મ કાઝલી બ્રધર્સની ‘દુનિયા’૧૯૪૯માં બે ગીત લખ્યા જેમાં ‘રોના હે તો ચેપકે ચુપકે’ રફી અને અરમાન લૂટે પતલા તો તા ગયા, સુરૈયાએ ગાયું હતું. પછીના વર્ષો કેટલીક ફિલ્મોના ગીતો લખ્યા જેમાં લત્તાજી, શમશાદ બેગમે  સ્વર આપેલો, અસદ ભોપાલીને સૌથી મોટો બ્રેક બી.આર. ચોપડાની ફિલ્મ ‘અફસાના’ (૧૯૫૧) થી મળ્યો જેમાં તેણે પાંચ ગીતો લખ્યા હતા.

અસદ ભોપાલીએ ખ્યાતનામ સંગીતકારો સાથે કામ કરીને શ્રેષ્ઠ લોકપ્રિય ગીતો લખ્યા હતા. જેમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે ‘પારસમણી’ફિલ્મમાં ‘વો જબ યાદ આયે બહુત યાદ આયે’ તથા ‘હસતા હુઆ નુરાની ચેહરા’ જેવા હિટ ગીતો આપ્યા તેમણે સંગીતકાર ઉષાખન્ના સાથે ઘણી ફિલ્મોમાં શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા. ૧૯૪૯ થી ૧૯૯૦ સુધીમાં વિવિધ ફિમોમાં ૪૦૦ થી વધુ ગીતો લખ્યા હતા.

એ વખતનાં ખ્યાતનામ ગીતકારો મજરૂહનપુરી, સાહિર બુધયાનવી, જાનીસાર અખ્તર અને રાજેન્દ્ર ક્રિષ્નની જેમ અસદ ભોપાલી સફળ ન રહ્યા, તેમણે બી ગ્રેડની ફિલ્મોમાં ગીતો વધુ લખ્યા હતા. જેના હિટ ગીતોમાં કેટલાક તો એવર ગ્રીન હીટ રહ્યા હતા. ૧૯૮૯ની સંગીતમય હિટ ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’ ફિલ્મમાં ગીતો લખ્યા ને થોડા સમય બાદ તે ગંભીર લકવાગ્રસ્તનો સ્ટ્રોક લાગ્યોને તેનો પરિવાર તેને તેના વતન ભોપાલ લઇ ગયો હતો. જયારે ૧૯૯૦માં મે ને પ્યાર કિયા ના ગીતો માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો પણ તે લેવા ન આવી શકયા.

૯ જુન ૧૯૯૦માં અવસાન થયું. તેણે ‘રંગભૂમિ’ ફિલ્મ માટે ગીતો લખ્યા હતા જે એના મૃત્યુ બાદ ૧૯૯૨માં રીલીઝ થઇ હતી. તેમણે રોશની, ધૂપ, ચાંદની જેવી કવિતાનો કાવ્ય સંગ્રહ ૧૯૯૫માં ભોપાલની ઉર્દુ અકાદમીએ પ્રકાશિત કર્યો હતો. તેઓ લેખક પણ હતા, ભિંડી બઝાર અને મુંબઇ મિરર જેવી ફિલ્મો લખી હતી. તેના નાના ભાઇ કમર જમાલી પણ ઉર્દુ કવિ હતા.

અસદ ભોપાલીની ફિલ્મોમાં દુનિયા આધીરાત, અફસાના, મોતી મહલ, રાજધાની, ઇંસાફ, જરા બચ કે, ટ્રોલી ચાલક, તુ નહી ઔર સહી,  રજિયા સુલ્તાન, પ્યાર કા સાગર, ગ્લર્સ હોસ્ટેલ, ઉસ્તાદો કે ઉસ્તાદ, પારસમણી, આયા તુફાન, લુટેરા, હસમ સબ ઉત્સાદ હૈ, એક સપેરા એકલુટેરા, બોકસર, સ્મગલર, શેરા ડાકુ, છૈલાબાબુ, આગ, એક નન્હી મુન્ની લકડીથી, પ્યાર દિવાના, ગુમરાહ, દો ખીલાડી, હમ સબ ચોર હે, મૈ ને પ્યાર કિયા જેવી વિવિધ હિન્દી ફિલ્મોનાં ગીતો લખ્યા છે.

મીસ બોમ્બે ફિલ્મમાં ‘જીદગી ભર ગમ જુદાઇ કા મુજે તડપાયેગા’ ગીત માટે ગીતકાર અસદ ભોપાલીને જુના ગીતનાં ચાહકો વર્ષો સુધી યાદ કરશે. આ ઉપરાંત રફી સાહેબનું ફિલ્મ ‘ઉસ્તાદો કે ઉસ્તાદ’નું ગીત ‘સો બાર જનમ લેગે…. સો બાર ફનાહોગે… એ જાને વફા ફીરભી હમ તુમ ન જાુદા હોગે’ સદૈવ એવચ્ગ્રીન ગાડી છે જે આજે પણ રીમીકસ થઇને યુવાનો સાંભળી રહ્યા છે.

અસદ ભોપાલીના એવરગ્રીન હિન્દી ફિલ્મ સોંગ્સ ખુબ જ પ્રચલિત થયા પણ બહુ ઓછા લોકો તેનું નામ જાણતા હશ શ્રેષ્ઠ ગીતોના રચિયતા ગીતકાર ને બીજા બધા ગીતકારો જેટલું માન કદીય ન મળી શકયું, આજે તેનાં સદાબહાર ગીતો સાંભળીને આપણે તેને યાદ કરીને શ્રઘ્ધાંજલી અર્પીએ.

અસદ ભોપાલીના હિટ ગીતો

  • દિલ દિવાના બિન સજના કે ……. મેને પ્યાર કિયા
  • એ મેરે દિલે નાદાન ……. ટાવર હાઉસ
  • હમ તુમસે જુદા હો કે મરનીયેગે રો રો કે ……. એક સપેરા એક લુટેરા
  • વો જબ યાદ આયે બહુત યાદ આયે ……. પારસમણી
  • હસતા હુઆ નુરાની ચહેરા …….  પારસમણી
  • અજનબી તુમ જાને પહચાને સે લગતે હો ……. હમ સબ ઉત્સાદ હે
  • સૌ બાર જનમ લેગે  સો બાર ફના હોગે ……. ઉસ્તાદો કે ઉસ્તાદ
  • રાજ એ દિલ ઉનસે છુપાયા ના ગયા ……. અપના બના કે દેખો
  • જીંદગી ભર ગમ જાુદાઇ મુજે તડપાયેગા ……. મીસ બોમ્બે
  • કબુતર જા… જા… જા ……. મૈંને પ્યાર કિયા
  • કિસ્મત બદલી દુનિયા બદલી ……. અફસાના
  • ખુદાયા ખુદાયા મહોબત નહોતી ……. બોકસર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.