Abtak Media Google News

હિમાચલના 58 વર્ષીય નડ્ડા બાળ અવસ્થાથી પ્રખર સંધી: બહોળો અનુભવ અને આકરી મહેનત કરવા માટે ભાજપમાં જાણીતા

ભાજપના નેતૃત્વના પ્રશ્ર્ન અને ખાસ કરીને પક્ષ પ્રમુખની વરણીનો પ્રશ્ર્ન ઉકેલાઇ ગયો હોય તેમ ભાજપની સંસદીય સમીતીમાં પૂર્વ આરોગ્ય મંત્રી અને વરિષ્ઠ નેતા જગત પ્રકાશ નડ્ડાને ભાજપના કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. અને ગૃહમંત્રી અમિત શાહ પક્ષ પ્રમુખ તરીકે થયાવત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

નડ્ડા પક્ષના કાર્યભારી પ્રમુખ તરીકે જોડાઇને અમિત શાહને મદદરુપ થશે. અમિત શાહને તેમની જરુુર છે. ત્યાં સુધી તે સરકારમાં સામેલ નહિ થાય.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ સંદેશોમાં જણાવ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે અમિત શાહ અને જેવી નડ્ડાનું નેતૃત્વ અમારા ભાજપના કાર્યકરોને પ્રચંડ પુરૂષાર્થની પ્રેરણા આપશે. અને ભાજપે આવી જ રીતે લોકોને વિશ્ર્વાસ જીતતો રહેશે. અને સમાજની સેવા કરતો રહેશે. અમે ભારતના નવનિર્માણ અને મજબુત વિકાસના સંકલ્પ પર અડગ છીએ. વડાપ્રધાને જણાવ્યું હતું કે જેવી નડ્ડા પોતાની મહેનત અને પુરૂષાર્થથી તળિયેથી ટોચ સુધી પહોચેલા નેતા છે. ઉમદા અને સર્વસ્વીકૃત નડ્ડા આકરી મહેનત અને આવડત માટે જાણીતા છે તે ભાજપ પરીવાર માં સન્માનનીય સ્થાન ધરાવે છે. અમે તેમને કાર્યકારી પ્રમુખ બનવા બદલ અભિનંદન પાઠવીએ છીએ.

વડાપ્રધાન મોદી અને સંસદીય સમીતીના બીજા સભ્યો અમિત શાહ અને રાજનાથ સિંહ, કેન્દ્રીયમંત્રી નીતીન ગડકરી, થાવરચંદ, ગેહલોત,  ભાજપના વરિષ્ઠ નેતાઓ સુષ્મા સ્વરાજ, શિવરાજસિંહ ચૌહાણ અને રામલાલે પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે જેવી નડ્ડાને અભિનંદન પાઠવ્યા હતા.

હિમાચલ પ્રદેશના 58 વર્ષના નેતા નડ્ડા વિધ સંસ્થાઓમાં રાજય અને રાષ્ટ્રિય કક્ષાના હોદાની જવાબદારીનો બોહળો અનુભવ ધરાવે છે. ભાજપમાં એવું પ્રથમવાર બની રહ્યું છે કે જયારે પક્ષ પ્રમુખને યથાવત રાખવાના નિર્ણય બાદ પ્રમુખના સહયોગ માટે કાર્યકારી પ્રમુખની નિમણુંક થતી હોય. પક્ષે ભાજપની કાર્યકર નોંધણી ઝુંબેશ અને આગામી વિધાનસભા ઓની ચુંટણીના વ્યસ્ત શીડયુલમાં મદદરુપ થવા માટે અમિત શાહના કાર્યકારી પ્રમુખ તરીકે જેવી નડ્ડાને નિમ્યા હતા. પક્ષના કાર્યકરોની વરણીના મહત્વકાંક્ષી પ્રોજેકટ પુરુ થઇ જાય ત્યાં સુધી નફાને આ જવાબદારી નિભાવવાની રહેશે. પાંચ મહિના ના પક્ષમાં આંતરીક ચુંટણીઓ થઇ જશે. શાહ સારી રીતે ચુંટણી પર ઘ્યાન આપી શકે તે માટે પક્ષે વ્યવસ્થા ગોઠવી છે. અમિત શાહ ગૃહમંત્રીનો હવાલો સંભાળે છે. ત્યારે તે તેમની જવાબદારી સારી રીતે અદા કરી શકે તે માટે જેવી નફાને પ્રમુખના નિર્ણય લેવા માટે સત્તાા આપી કાર્યકારી પ્રમુખ બનાવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.