બાગ બગીચાના દ્વાર ખુલતા જ રાજકોટવાસીઓ હેલ્ધી બનવા દોટ મૂકી

બગીચામાં 65 વર્ષથી વધુ વયના સિનિયર સીટીઝનો અને 10 વર્ષથી નાના બાળકોને પ્રવેશ નહિ મળે 

મહાપાલિકાએ આજથી ૨૩ ગાર્ડનો અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખોલ્યું: સવારે ૬થી ૧૨ અને બપોરે ૩થી સાંજે ૭ વાગ્યા સુધીની છૂટ

રાજકોટમાં ૭ મહિનાના લાંબા સમય બાદ બાગ- બગીચાઓના દ્વાર ખોલવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી બંધ બગીચાઓ ખોલવામાં આવતા લોકોએ રાહત અનુભવી છે. મહાનગરપાલિકાએ આજથી ૨૩ ગાર્ડન અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખોલવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે હાલ સોસાયટીના ગાર્ડન બંધ રાખવાનું જ નક્કી કરવામાં આવ્યું છે.

આ ગાર્ડનમાં પ્રવેશ માટે નિયમોનું ચુસ્તપણે પાલન કરવા મનપાએ સૂચના આપી છે. ગાર્ડનમાં સવારે ૬થી ૧૨ અને બપોરે ૩થી સાંજના ૭ સુધી જ પ્રવેશ અપાશે. બગીચામાં ૬૫ વર્ષથી મોટા અને ૧૦ વર્ષથી નાના બાળકો પ્રવેશ નહીં મળે.

આજથી ખુલ્લા મુકાયેલા ૨૩ ગાર્ડનોમાં રેસકોર્સ સંકુલ, આજી ડેમ બગીચા, ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન, શહીદ વીર ભગતસિંહ ઉદ્યાન, મંગલ પાંડે ઉદ્યાન, પાંડે ઉદ્યાન સામેનો ગાર્ડન, લાલબહાદુર શાસ્ત્રી ઉદ્યાન, ન્યૂ બાલ મુકુન્દ ઉદ્યાન, તાત્યાટોપે ઉદ્યાન, દિપ્તિનગર ઉદ્યાન, શ્રદ્ધા સોસાયટી ગાર્ડન, જ્યુબિલી બાગ, થીમ પાર્ક બજરંગવાડી, જનતા બાગ, શ્યામજી કૃષ્ણ વર્મા ઉદ્યાન, મધુવન પાર્ક, ગુરુદેવ પાર્ક, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ગુજરાત હાઉસિંગ બોર્ડ એક અને બે બગીચા, માલવિયાનગર, કૃષ્ણનગર બગીચો અને નારાયણનગર ઉદ્યાનનો સમાવેશ થાય છે.

Loading...