Abtak Media Google News

રમત ગમત ક્ષેત્રે રાજય રાષ્ટ્રીય કક્ષાએ ૨૯૦ મેડલ મેળવવાની સિધ્ધિ

બોટાદ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે બોટાદ જીલ્લા ની શ્રેષ્ઠ શાળા ની પસંદગી કરવા માટે જુદી-જુદી કચેરી ઓમાથી અધિકારીઓ ઓ.કેળવણીકાર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક ની એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા જીલ્લામાંથી આવેલી દરખાસ્તોને ધ્યાને લઇને આવી શાળાઓની મુલાકાત લેવા મા આવી હતી આ ટીમ દ્વારા શાળા ના છેલ્લા ત્રણ વર્ષનાં બોર્ડનાં પરિણામો ઉપરાંત શાળાની શૈક્શણિક અને સહઅભ્યાસક્રમ પ્રવુતિઓમાં સિદ્ધિઓને ધ્યાને લઇ ને ગુણંકન કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર પ્રક્રિયા ને અંતે માન.જીલ્લા શિક્શણાધિકારી અને પસંદગી સમેતી દ્વારા શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ને જીલ્લા ની પ્રથમ ક્મની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત જી.શિક્ષણ.કચેરી બોટાદ દ્વારા રાજ્યકક્ષા ની શ્રેષ્ઠ શાળા માટે શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશનની ફાઇલ મોકલવામાં આવી હતી ટ્રુક સમય માં શાળા ને પ્રમાણપત્ર અને આર્થિક પુરસ્કાર આપવામાં આવશે…

તાજેતરના વર્ષો માં  આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશનની બોર્ડના પરિણામો સહિત ની શૈક્ષણિક સિધ્ધિઓ.ઉપરાંત રમતગમત માં રાષ્ટ્રીય કક્ષાએ ૦૮ ગોલ્ડ મેડલ સહિત કુલ ૩૬ નેશનલ મેડલ તથા રાજ્યકક્ષા એ કુલ ૭૮ ગોલ્ડ મેડલ સહિત ૨૯૦ મેડલ મેળવ્યા હતાં. ખેલ મહાકુંભમા પણ દર વર્ષે બોટાદ જીલ્લાની પ્રથમ શ્રેષ્ઠ શાળાનું ઇનામ અને પ્રમાણ પત્ર માન.મુખ્યમંત્રીશ્રી ના હસ્તે શાળાના આચાર્યએ પ્રાપ્ત કરેલ છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મા પણ રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ શાળાએ પ્રાપ્ત કરેલ છે આ શાળા ના આચાર્યને નેશનલ કક્ષાએ “ઇયતિં ઊમીભફશિંજ્ઞક્ષશતિં ઊફમિ ” અને એન.એસ.એસ.પોગ્રામ ઓફિસર ને “રાજ્યના શ્રેષ્ઠ પ્રોગ્રામ ઓફિસર ” નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.

આમ શાળ એ શૈક્ષણિક રમતગમત સહઅભ્યાસક પ્રવુતિમાં ઉચ્ચ સિધ્ધિઓ પ્રાપ્ત કરી બોટાદ જીલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે. આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન ની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતાં શાળા ના વહીવટદાર આચાયી ડો.જી.બી.હેરમા શાળા ના કર્મચારીઓને જીલ્લા અને રાજ્ય ના અધિકારીઓ અને પદાધિકારીશ્રીઓએ અભિનંદન આપી ને બિરદાવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.