Abtak Media Google News

દેશમાં ઘણા રાજ્યોમાં એટીએમમાં રોકડની રામાયણ ઉભી થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી એટીએમમાં નો કેશના બોર્ડ તો જોવા મળે છે તેની સાથે તેમાં પૈસા પણ નાંખવામાં આવતા નથી. ATM માંથી પૈસા ન નીકળતા એકવાર ફરી દેશમાં નોટબંધી જેવું જોવા મળી રહ્યું છે.

યુપી, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ સિવાય ગુજરાત, તેલંગાણા અને રાજસ્થાનના એટીએમમાં પૈસા ખુટી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે.


દેશભરમાં ATM માં કેશ ન હોવાના સમાચાર વચ્ચે નાણાંપ્રધાન અરુણ જેટલીએ બિમારીની હાલત વચ્ચે જણાવ્યું કે અમે દેશમાં કરન્સીની સ્થિતિ પર સમીક્ષા કરી રહ્યાં છે. જેટલીએ કહ્યું કેદેશમાં પર્યાપ્ત માત્રામાં કેશ સર્ક્યુલેશનમાં છે અને બેન્કમાં પણ છે.

જો કે અચાનક કેટલાક રાજ્યોમાં પૈસા નહી હોવાના સમાચાર મળી રહ્યાં છે. આ અંગે જલ્દી જ નિરાકારણ લાવવામાં આવશે. સરકારે આ સમસ્યાને દૂર કરવા રાજ્યવાર કમીટીની રચના કરી છે જ્યારે આરબીઆઇએ પણ કમીટી બનાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.