Abtak Media Google News

પ્રદેશ કક્ષાના પ્રથમ ત્રણ વિજેતા રાજ્યકક્ષાએ ભાગ લેશે આવતીકાલે ગીત, સીતાર તેમજ દબલા વાદન સ્પર્ધા

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની લોક કલા અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમ આજરોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભ  ૨૦૧૭ નો પ્રારંભ કરવાતા રાજકોટના ડે. મેયર ડો. દર્શીતાબેન શાહે કરાવ્યો હતો.ગુજરાત સરકારના રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટના સયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આજી શરુ યેલ  સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભમાં તા, ૩૦ ના રાસ ગરબા, કથ્ક જયારે આવતી કાલે તા. ૩૧ ના રોજ ગીત, સિતાર તેમજ તબલામાં રાજકોટ ઉપરાંત જામનગર, ભાવનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી જિલ્લાના કલાકરો ભાગ લેશે.પ્રદેશ કક્ષાએ પ્રમ ત્રણ વિજેતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે. રાસ ગરબા સ્પર્ધામાં ઉ. વર્ષ ૧૦ ી  ૨૦ વર્ષની ઉમરના ગ્રુપમાં ૧૧ ગ્રુપ જયારે ૨૦ વર્ષી ઉપર ૧૦ ગ્રુપ જોડાયા હતા. જયારે કથ્કમાં ૧૦ વર્ષની ઉમરના સુધીના ૮ બાળકો જયારે ૧૦ વર્ષ ી ૨૦ વર્ષ ઉમરના ૯ સ્પર્ધકો વચ્ચે કલાના ઓજસ પારવામાં આવ્યા હતાં.રાસ ગરબા હરીફાઈમાં નિર્ણાયક તરીકે રાજુભાઈ ડોડીયા, લતીપુરના મહેન્દ્રભાઈ આણદાની, તેમજ ગાંધીનગરી જગતસિંહ ઝાલાએ સેવા આપી હતી. જયારે કથ્ક સ્પર્ધામાં શિલ્પાબેન શાહ, બ્રીજલબેન તેમજ સીમરનભાઈએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.   કાર્યક્રમનું સ્વાગત દિપ પ્રાગટ્યી કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન રમત ગમત અધિકારી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરગમ ક્લબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાળા, લાખાભાઈ તેમજ મોટી સંખ્યામાં કલાકરો અને કલાજનો ઉપસ્તિ રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.