Abtak Media Google News

હેમુગઢવી હોલ તેમજ બાલભવન ખાતે સૌરાષ્ટ્રના પ્રદેશકક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પર્ધાના બીજા દિવસે ૧૦ વર્ષથી લઈ ૨૦ વર્ષ સુધીની ઉપરના વિદ્યાર્થીઓએ તબલા તેમજ ભજન-ગીતમાં ભાગ લીધો હતો. ભાવનગર, જામનગર, અમરેલી વગેરે જેવા પ્રદેશ તેમજ ગ્રામ્યના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. આ તકે નિર્ણાયક નિલેશભાઈ પંડયા, ગાંધીનગરથી રાજેશભાઈ મહેણુ તેમજ રાજનભાઈ સોનીએ ગુજરાત સરકારના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.