Abtak Media Google News

તા.૩ થી ૭ જાન્યુ. સુધી એકિઝબીશનનું આયોજન: ‘ઘોડો’ તેના સર્જનનો મુખ્ય વિષય: તેમના ચિત્રો ઉદારમતવાદી તથા ક્રાંતીકારી સ્વભાવના દર્શન કરાવે છે

તેજસ્વી સર્જક પ્રતિભા ધરાવતા કિશોર વાળાના અદભૂત ચિત્રોનું કલા પ્રદર્શન આગામી તા.૩ જાન્યુઆરીથી તા. ૭ જાન્યુઆરી દરમ્યાન સાંજે ૪ થી ૮ આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજાનાર છે.

૧૯૩૩માં બિલખામાં જન્મેલા તેજસ્વી સર્જક પ્રતિભા ધરાવતા કિશોર વાળાએ તેમની ચિત્રકલા અંગેની તાલીમ ૧૯૬૦માં રાજકોટની સૌરાષ્ટ્ર ચિત્રશાળામાં મેળવી અનો ૧૯૬૨માં ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ વડોદરામાં વધુ અભ્યાસ અથે પ્રવેશ મેળવી ૧૯૬૬માં ચિત્રકલા અને ગ્રાફિક વિષય સાથે આજ સુખ્યાત સંસ્થામાંથી બી.એ. ફાઈન આર્ટસની ઉપાધિ પ્રાપ્ત કરી આજ વર્ષે તેમને ગુજરાત રાજય લલિતકલા અકાદમીનું ઈનામ મળ્યું. ૧૯૬૭ થી ૧૯૯૯ સુધીમાં તેમને ગુજરાત ઉપરાંત અન્ય સ્થળે ભરાયેલ પ્રદર્શનમાં તેમના ચિત્રો તથા ડ્રોઈંગ્સ માટે ઈનામો મેળવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ગણના પાત્ર ઉચ્ચ કક્ષાના પ્રદર્શનો જેવાકે આઈફેકસ, દિલ્હી લલિત કલા અકાદમી યોજિત રાષ્ટ્રીય કલા પ્રદર્શનો, ગુજરાત લલિત કલા અકાદમી, અમદાવાદ આર્ટ સોસાયટી જેવા પ્રદર્શનોમાં કલાકૃતિઓ પ્રદર્શિત થઈ. આંતરરાષ્ટ્રીય ટ્રિનાલે જેવા પ્રદર્શનોમાં પણ ઉલ્લેખનીય છે. દિલ્હી લ.ક.અ..દ્વારા કોચી ખાતે યોજાયેલ ૪૬માં રાષ્ટ્રીય કલા પ્રદર્શનમાં તેમની કલાકૃતિને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો. ૧૯૯૮માં ભારત સરકારની સિનિયર ફેલોશિપ મેળવેલ છે.

2 55

હાથી, પુષ્પ,ઉંટ અને માનવ પાત્રોની સરળ અને ચાની પત્તી જેવા વેજીટેબલ કલરથી ડ્રોઈંગ્સ કર્યા. તેમનું નિખાલસ અને સૌમ્ય વ્યકિતત્વ પ્રકટ થાય છે.

તેમના અભ્યાસ કાળ દરમ્યાનથી ‘ઘોડો’ તેના સર્જનનો મુખ્ય વિષય રહ્યો હોવાથી તેમને ઘણા કલાકારો કલાના ચાહકો ઘોડાના ચિત્રકાર કહે છે. આજ પર્યયત તેમના રસનો વિષયતો રહ્યો છે અને એક તરવરાટભરી રેખા અને પોતાથી સર્જાયેલો એક રંગીન પશ્વાદભૂની સામેનો ચિત્રાવકાશને ભરી દેતો ભવ્ય અશકત ‘ઘોડો’ ગુજરાત રાજય લલિત કલા અકાદમીના ૪૧માં કલા પ્રદર્શનમાં ધ્યાનાકર્ષક રજૂ થયો હતો.

તેમણે ચિત્રોમાં ડ્રોઈંગ્સમાં ‘ઘોડા’ની વિવિધ ભાવ ભંગીઓ, તરવરાટ, ગતિ, ઉજા એક વિશિષ્ટ પ્રકારનું રૂપ સૌદર્ય નિસ્પન્ન કર્યું છે. કિશોરવાળાના ઘોડા પર તેમની વૈયકિતલ શૈલીગત વિશિષ્ટતા ધરાવે છે. જે માટે કિશોર વાળાના સેલ્ફ પોટ્રેટ કહેવામાં કોઈ અતિશયોકિત નથી અશ્વ ના રૂપ સૌદર્યના સર્જનમાં તેમની કલાત્મક સંવેદના વાચાઆપી છે. અને સાથે સાથે તેમનું અપંપ્રજ્ઞાત મન પણ અભિવ્યકત થયું છે. શું તેઓ ઘોડા જેવા સશકત મનુષ્ય સ્વરૂપ દ્વારા નીજી જીવનની સતત તપાસ આદરી રહ્યા છે.

સામાન્યત: બોલપેનની મદદ વડે તેઓ રૈખિક સૌદર્ય પ્રકટ કરે છે. વિષયને અનુરૂપ અને તેને ઉઠાવ આપવા માટેનું પોત સર્જન પણ તેમના ચિત્રોની એક આગવી લાક્ષણિકતા છે.

કિશોરવાળાએ માનવ પાત્રો તથા જૈવિક આકારો લઈને પણ ચિત્રો કર્યા છે. તેમાં અમૂર્તતાના પણ દર્શન થાય છે. તેમના ચિત્રો તેમના ઉદારમતવાદી તથા ક્રાંતિકારી સ્વભાવના પણ દર્શન કરાવે છે. દેશમાં મોટી સંખ્યામાં તેમના નીજી પ્રદર્શનો યોજાયા છે. અનેક જાહેર સંસ્થાઓ તથા ખાનગી સંગ્રહોમાં તેમના ચિત્રો સચવાયા છે. તેઓ સ્વયં અનેકચિત્રકારોના ચિત્રો ખરીદી સંગ્રહ કરે છે. વર્કઈઝ વર્શિપ (કામ એજ પુજા) તેમજ સત્ય અને પ્રેમ એ પ્રકાશ તરફ લઈ જાય છે, તે તેમની કલા અને જીવન ધ્યેયએ સત્યમ, શિવમ્, સુંદરમને માનનારા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.