વેરાવળ-શાપરનાં શ્રમિકોને રેલવે સ્ટેશન પહોંચાડવા ૫૦ બસની વ્યવસ્થા

મેડિકલ ચકાસણી બાદ ૧૭૫૫ પરપ્રાંતિયો ટ્રેન દ્વારા યુપી રવાના થશે

વેરાવળ શાપર ખાતે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો એકઠા થયા હતા જેમને વતન પહોંચવાની  ઉતાવળમાં ફિલ્ડ માર્સલ સ્કૂલમાં વહીવટી તંત્ર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને મેડિકલ ચકાસણી કરીને સ્કૂલથી બસ દ્વારા રેલવે સ્ટેશન પહોંચાડવા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી  તેમજ  આજરોજ બસ માં સોસીયલ ડિસ્ટન્સ જાળવીને બસ રવાના કરાય હતી જેમાં ૧૭૫૫ શ્રમિકોને વતન જવા માટે આજરોજ પાંચ ટ્રેન પૈકી ચાર ટ્રેન ઉત્તર પ્રદેશ જવાની છે જેમાં ગુજરાતમાં મજૂરી માટે સ્થાયી થયેલ પરપ્રાંતિય શ્રમિકોને લોકડાઉનમાં વતન મોકલવા માટે વહીવટી તંત્ર દ્વારા યુપી અને મહારાષ્ટ્રના શ્રમિકોને ગુજરાત સરકારની પરવાનગી મેળવી તથા મેડિકલ ચકાસણી કરીને કોટડાસાંગાણી સાંગાણી તાલુકાના  મામલતદાર જાધવ તેમજ રાજકોટ રૂરલ એસ પી બલરામ મીણા વેરાવળ શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સાથે શાપર વેરાવળ તથા પારડી ગામના તલાટી મંત્રીઓ તેમજ કોટડાસાંગાણી તાલુકા ભાજપના મહામંત્રીની ઉપસ્થિતિમાં બસો રવાના કરાય હતી.

Loading...