Abtak Media Google News

ઉદ્ધવ સરકારની ઝાટકણી કાઢતા કહ્યું- રાજ્ય સરકાર કોઈને ટાર્ગેટ ન કરે

રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. અર્નબ ગોસ્વામીએ હાઈકોર્ટે જામીન અરજી નકારવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ વિશે બુધવારે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણી કરી હતી. કોર્ટે ઉદ્ધવ સરકારની ઝાટકણી કરતાં કહ્યું હતું કે, જો રાજ્ય સરકાર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે તો તેઓ સમજી લે કે અમે તે લોકોની સુરક્ષા કરીશું.

સુપ્રીમ કોર્ટમાં અર્નબની વકીલાત કરતા સીનિયર વકીલ હરીશ સાલ્વેએ આ કેસમાં ઈઇઈં તપાસની માંગણી કરી છે. જ્યારે અર્નબની અરજી વિશે મહારાષ્ટ્ર સરકારે કેવિએટ દાખલ કરીને કહ્યું છે કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોઈ આદેશ ન આપવો જોઈએ.

મુંબઈના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય અને તેમની માતાને કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ૪ નવેમ્બરે અર્નબની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ૧૮ નવેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શનિવારે રાત સુધીમાં તેમને અલીબાગની એક સ્કૂલમાં બનેલી અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા હતા. રવિવારે સવારે તલોજા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા

કોર્ટની ૬ સખત ટીપ્પણી

– આપણું લોકતંભ અસાધારણ રીતે ફ્લેક્સિબલ છે. મહારાષ્ટ્ર સરકારે આ બધુ નજર અંદાજ કરવું જોઈએ.

– જો કોઈ વ્યક્તિની અંગત સ્વતંત્રતા પર અંકુશ લગાવવામાં આવે છે તો તે ન્યાયનું અપમાન છે.

– શું મહારાષ્ટ્ર સરકારે આ મામલે કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી જરૂરી છે.

– આપણે વ્યક્તિગત આઝાદીના મુદ્દા સામે લડવું પડે છે.

– જો બંધારણીય કોર્ટ હસ્તક્ષેપ ન કરે તો આપણે વિનાશના રસ્તે છીએ.

– અમે આ કેસમાં સુનાવણી એટલા માટે કરી રહ્યા છીએ કારણકે હાઈકોર્ટથી ન તો જામીન મળ્યા છે અને ન તેઓ વ્યક્તિગત આઝાદીને સુરક્ષા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.