Abtak Media Google News

મહારાષ્ટ્રના કોલ્હાપુર સાંગલીમાં પુરગ્રસ્ત વિસ્તારમાં આર્મીના જવાનોએ  રેસક્યું ઓપરેશન કરી 6000, 7000 લોકો ને સ્થળાંતર કરવામાં આવ્યા.આ રેસક્યું ઓપરેશનમાં સુરેન્દ્રનગર જીલ્લાના દસાડા તાલુકાના જૈનાબદ ગામના આર્મી જવાન કુરેશી આબીદહુસેન નશીરૂદીનભાઈએ સરહાનિય કામગીરી કરી એક આર્મી જવાનની ભૂમિકા દેશપ્રેમ અને જૈનાબાદ ગામનું નામ રોશન કર્યું છે.

 મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં પુરગ્રસ્ત વિસ્તારમાં આર્મીના જવાનોએ રિસ્કી ઓપરેશન કરી 6000થી 7000 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતુ. આ રિસ્કી ઓપરેશનમાં પાટડી તાલુકાના જૈનાબદ ગામના આર્મી જવાન કુરેશી આબીદહુસેન નશીરૂદીનભાઈએ સરહાનીય કામગીરીથી ત્યાંના લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુરમાં મુશળાધાર વરસાદના પગલે બંને ગામોમાં 30-30 ફુટ સુધી એટલે લોકોના ઘરોમાં ચિક્કાર વરસાદી પાણી ભરાઇ જતા હજારો લોકો વરસાદી પાણીમાં ફસાઇ ગયા હતા. આ બંને ગામોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ, આર્મી સહિત એરફોર્સના જવાનોનો કાફલો મહારાષ્ટ્રમાં તહેનાત કરવામાં આવ્યો હતો.

ગુજરાતનું નાનું ગામ જૈનાબાદમાંથી  70 જવાનો આર્મી-પોલીસમાં છે

પાટડી તાલુકાના 1800થી 2000ની વસ્તી ધરાવતા ખોબા જેવડા મુસ્લિમ વસ્તી ધરાવતા જૈનાબાદ ગામના 70થી 80 જેટલા યુવાનો દેશની રક્ષા માટે આર્મી, પોલીસ અને એરફોર્સમાં તહેનાત જૈનાબાદના શિક્ષક આઇ.બી.કુરેશીએ જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.