એલઓસી પર પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડતી સેના

ડ્રોન દ્વારા સરહદ પર આતંકીઓ માટે હથિયાર પહોંચાડવાનો પાકનો વધુ એક પ્રયાસ નાકામ

પાકિસ્તાન દ્વારા એલઓસી પર વારંવાર નાપાક હરકતો આદરવામાં આવે છે. સરહદ પર સતત હિલચાલ થતી રહે છે ત્યારે આજરોજ જમ્મુ-કાશ્મીરમાં  એલઓસી પર પાકિસ્તાનું ડ્રોન ઉડી રહ્યું હતું જેને ભારતીય સેનાએ તોડી પાડયું છે. આ ર્કાડકોપ્ટર ડ્રોન પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રુપનું અને ચીન દ્વારા બનાવાયેલું હોવાનું જાણવા મળ્યું છે.

સેના દ્વારા તોડાઈ પાડેલુ આ ફોન એલઓસીથી ૭૦ મીટર અંદર ભારતના કેરન ક્ષેત્રમાં પડયું હતું. ઉલ્લેખનીય છે કે, સીમા પર દારૂગોળો, વિસ્ફોટક સામાન જેવા હથિયારો ફેંકવા માટે ફોનનો એક માધ્યમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આ ઉપરાંત, સરહદ પર માલ-સામાનની હેરફેર માટે પણ ઉપયોગમાં લેવાય છે. તેમાં પણ પાકિસ્તાન દ્વારા અનમેન્ડ એરિયલ વ્હીકલ્સ-યુએવી ઉપયોગ નીગરાની અને આતંકીઓને હથિયાર પહોંચાડવા માટે થાય છે.

ઉલ્લેખનીય છે કે, પાક તરફથી આતંકી અને હથિયાર ભારતીય પ્રદેશમાં ઘુસાડવાની પ્રયાસો સતત કરાઈ છે તેમાં પણ આ પ્રકારે સરહદ પર ડ્રોન નજરે ચડતા પાકની નાપાક હરકતના અણસાર મળે છે પણ તેના પ્રયાસને નાકામ કરી ભારતીય સેનાએ ડ્રોનને તોડી પાડયું છે. આ અગાઉ ૮ ઓગસ્ટે પણ ઘણા હથિયાર જપ્ત કરાયા હતા જેમાં ૧૪૨ એકે રાઈફલ, ૫ યુએસ કાર્બાઈન, ૨ એમ-૧૬, બે સ્પાઈનર રાઈફલ જેવા હથિયારોનો સમાવેશ હતો.