Abtak Media Google News

રેલવેને કચડયું, મુંબઇને જીતાડયું સચિનના આ છોરાએ

મોરના ઇંડા ને કાંઇ ચીતરવા ન પડે જી હા, માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર બોલીંગમાં કાંઠુ કાઢી રહ્યો છે. તેણે કૂચ બિહાર ટ્રોફીમાં રેલવે સામે શાનદાર પ્રદર્શન કરતા પ વિકેટ ખેડવી હતી.

તેણે મુંબઇ વતી રેલવે સામે સુંદર રમત દાખવીને ટીમને ટ્રોફી જીતવામાં પોતાનું મજબૂત યોગદાન આપ્યું હતું.મુંબઇએ રેલવે ૧ ઇનીંગને ૧૦૩ જેવા જંગી જુમલાથી હરાવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે સચિન તેંડુલકર બેટધર હોવા છતાં પોતાના પુત્રને બોલધર બનાવ્યો છે. તને ડર હશે કે બેટધર બનશે તો કયાંક કમ્પેરીજન થયા વિના નહીં રહે તેણે પાંચ વિકેટ લેવાની સાથે ર૧ રન  પણ બનાવ્યા હતા.અગાઉ પણ અર્જુન તેંડુલકર ઘરેલું મેચોમાં સારી બોલીંગ કરીને ઘ્યાન ખેંચ્યું છે.

તે ફાસ્ બોલર તરીકે જ આગળ વધવા માગે છે એવું નથી કે તે બેટીંગ લાઇન પર ઘ્યાન નથી દઇ શકતો તે કહે છે કે બેટીંગ તો મારા બ્લડમાં છે મતલબ કે પિતા તરફથી વારસામાં મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.