Abtak Media Google News

સમાજમાં તણવનું પ્રમાણ સતત વધતું જાય છે. લોકો તનાવથી બચવા અવનવા તુક્કા લગાવતા હોય છે. ત્યારે ‘પાર્ટનરની ગેરહાજરીમાં તેના શર્ટની સુગંધથી તણાવ દૂર કરો’ એવી સલાહ કોઈ તમને આપે તો? તણાવ અનુભવતા હોવ ત્યારે પાર્ટનરનો શર્ટ સૂંઘો તો રાહત થતી હોવાનું સંશોધકોએ આ પુરવાર કર્યું છે. તણાવ કે ટેન્શન દૂર કરવાનો આ અકસીર ઉપાય છે.

ર્નલ ઓફ પર્સનાલિટી એન્ડ સોશિયલ સાઈકોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ૯૬ યુગલ પર આ અખતરો કરવામાં આવ્યો હતો.ગ્રૂપમાંના પુરુષોને એક શર્ટ આપવામાં આવ્યો, જે તેમણે ૨૪ કલાક સુધી પહેરવાનો હતો. આ સમય દરમિયાન તેમને ડીઓડરન્ટ, બોડી-પરફ્યૂમ, ધૂમ્રપાન તેમજ અમુક ખાદ્ય પદાર્થોથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું. આ શર્ટમાંથી આવતી તેમના શરીરની સુગંધ જાળવી રાખવા શર્ટને ઠંડીમાં રાખવામાં આવ્યા. બીજા દિવસે ગ્રૂપની મહિલાઓને આપવામાં આવ્યા.

મહિલાઓને શર્ટ સૂંઘવા જણાવવામાં આવ્યું અને ત્યાર બાદ તેમની સ્ટ્રેસ ટેસ્ટ લેવામાં આવી હતી. જે મહિલાઓએ તેમના પાર્ટનરના શર્ટ સૂંઘ્યા હતા તેઓ ટેસ્ટ દરમિયાન ઓછા તણાવમાં જોવા મળ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.