Abtak Media Google News

આજ ના યુવાનો ને ફ્રેન્ડઝોન થવાનો ભય રહે છે. આ ફ્રેન્ડઝોન એટલે બોયફ્રેંડ અને બોય-ફ્રેન્ડ વચ્ચે નો તફાવત. આ ગુજરાતી વેબસિરીજઝ માં મયુર ચૌહાણ, યશ સોની, શ્રદ્ધા ડાંગર, રાહુલ રાવલ તથા સંજય ગલસર જોવા મળે છે. આ વેબસિરીઝના નામ પરથી તમને થોડોઘણો અંદાજ આવ્યો જ હશે, કે તેની સ્ટોરી શું છે ? આ વેબસિરીઝ આમ તો વનસાઈડેડ લવસ્ટોરી છે. એક એવા યુવાનની સ્ટોરી છે, જે પ્રેમમાં પડે છે અને ફ્રેન્ડઝોન થઈ જાય છે. ફ્રેન્ડઝોન થયા બાદ જે સંજોગો ઉભા થાય છે તેમાંથી જે કોમેડી સર્જાય છે તે આ વેબસિરીઝમાં દર્શાવાઈ છે.

જુઓ ફ્રેન્ડ-ઝોન નું ટ્રેલર :
https://www.youtube.com/watch?v=MyXhv1U8a4I

આ ગુજરાતી વેબસિરીઝ ત્રણ મિત્રો ની આજુ બાજુ ફરે છે જે છોકરી ને ગર્લફ્રેંડ બનાવવા માંગે છે પણ અંતે બોયફ્રેંડ નહીં પણ બોય-ફ્રેન્ડ એટલે કે ફ્રેન્ડઝોન માં ફસાઈ જાય છે. આ વેબસિરીઝ નું ડાઇરેક્શન અર્ચના દેસાઇ એ કરેલું છે. આ વેબસિરીઝ shemaroome.com ની વેબસાઇટ ઉપર પ્રીમિયમ અકાઉંટ ધરાવતા લોકો નિહાડી શકે છે. આ વેબ સિરીજ ના 5 એપિસોડ આવી ગયા છે. તો તમારે પણ ફ્રેન્ડઝોન થી બહાર નિકડવું હોય તો અચૂક જુવો ફ્રેન્ડઝોન ગુજરાતી વેબસિરીઝ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.