Abtak Media Google News

કલ્યાણપૂર નજીક રોડ ક્રોસ કરતા શ્રમિકનું ટ્રક હડફેટે મોત નિપજયું‘તુ

છતીસગઢના શ્યામ સુંદરબુનકર કે મજુરી શોધવા કલ્યાણપૂર તાલુકાના મેવાસા ગામ પાસે હાઈવે રોડ ક્રોસ કરતો હતો ત્યારે ટ્રક નં. જી.જે. ૨૫ યુ ૫૬૭૮ના ચાલક ભાડથર ગામના વિનોદ કંડોરીયાએ તેને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નિપજેલુ મૃત્યુ બદલ વળતર મેળવવા માટે શ્યામ સુંદર બનકરના સગાઓએ સેશન્સ કોર્ટમાં કલેઈમ દાખલ કરલો અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તે કલેઈમ માત્ર બે જ વર્ષમાં ચાલી જતા અરજદારોનાં વકીલની ગુજરનારની આવક બાબતે ધારદાર દલીલ ધ્યાને રાખી કોર્ટે ગુજરનારની માસીમ આવક છ હજાર તેમજ ૫૦ ટકા પ્રોસ્પેકટીવ આવક ધ્યાને રાખી કોર્ટે ૧૭.૩૭ લાખનું વળતર મંજૂર કરેલુ આ કલેઈમ કેસમાં જજમેન્ટ માત્ર ૨ વર્ષમાં આવેલો અને વીમાકો.એ જજમેન્ટ આવ્યાબાદ ૧૪ માસ પછી ચેક જમા કરાવેલો અને ઉપરોકત રકમમાં સાડાત્રણ વર્ષનું ૯ ટકા લેખે વ્યાજ એડ થતા ઉપરોકત ટ્રકની વીમાકાૃ.ધી ઓરીએન્ટલ ઈ.કો.એ.કુ. રૂ.૨૨.૧૯ લાખ જંગી વળતર જમા કરાવેલું.

આ કલેઈમ કેસમાં ગુજરનાર શ્યામ સુંદર બુનકરના વારસદારો તરફે કલેઈમ ક્ષેત્રમાં એડવોકેટ શ્યામ ગોહિલ, કે.કે. વાઘેલા અને રવિન્દ્રભાઈ ગોહેલ રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.