Abtak Media Google News

લંડનની કંપનીની મદદથી અમદાવાદનું પદ્મનાભ મફતલાલ ગ્રુપ આ બંદર બનાવશે: આ બંદર પર વર્ષે ૬ મિલીયન મેટ્રીક માલ-સામાનની હેર-ફેર કરી શકાશે

અમદાવાદનાં પદ્મનાભ મફતલાલ જુથની દરખાસ્તને ગુરુવારે ઔપચારિક મંજુરી આપી દેવાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ભાવનગર નજીક રૂ.૧૯૦૦ કરોડનાં ખર્ચે નવું બંદર બનાવવાની યોજનાને મંજુરી મળી ગઈ છે. રૂ.૧૯૦૦ કરોડનાં રોકાણ સાથે ક્ધસોર્ટીયમ સ્થળ પર સીએનજી અને ટર્મીનલ સ્થાપવામાં આવશે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા નવા બંદર વિકસાવવા માટેની ઔપચારીક મંજુરી આપવામાં આવી છે.

સુચિત બંદરની વાર્ષિક ક્ષમતા ૬ મિલીયન મેટ્રીક ટનની હશે. લંડન સ્થિત ફોરસાઈટ ગ્રુપે ગુજરાતનાં દરિયાકાંઠે સીએનજી ટર્મીનલનાં વિકાસ માટે ગુજરાત વાઈબ્રન્ટ સમિત-૨૦૧૯ની આવૃતિ દરમિયાન ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે એક એમઓયુ કર્યો હતો. ભાવનગર ખાતેનાં હાલનાં બંદરનું સંચાલન જીએનબી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તે એમએમટીપીએનું સંચાલન પણ કરે છે જેમાંથી નિર્મા કાર્ગો, કોલસો, ચુનાનો પથ્થર, રોકફોસફેકટ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત હવે ભાવનગર ખાતે વધારાનાં બંદરની સુવિધા શરૂ થવાથી તેની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

સુત્રોનાં જણાવ્યા મુજબ ભાવનગર બંદરની ઉતર બાજુ સીએનજી અને અન્ય ટર્મીનલનાં વિકાસ માટે બે નવા ગેટનું નિર્માણ, દરીયાકાંઠે બાંધકામ અને જમીનનાં વિકાસ સહિતનાં હાલનાં દરિયાઈ માળખામાં નોંધપાત્ર ફેરફાર કરવાની જરૂર છે.

એફકેઝેડ 1

રાજય સરકારનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ ક્ધસોર્ટીયમ સિવિલ ચેલેન્જ પઘ્ધતિ દ્વારા પ્રથમ તબકકે રૂ.૧૩૦૦ કરોડ અને બીજા તબકકામાં રૂ.૬૦૦ કરોડ એમ સહિત કુલ રૂ.૧૯૦૦ કરોડનાં રોકાણની દરખાસ્ત કરી છે અને રાજય સરકારે તેની મંજુરી પણ આપી દીધી છે. જીઆઈડીબી બેંક દ્વારા ટુંક સમયમાં હસ્તાક્ષર કરી કંપનીને નવા બંદર બાંધવા અને જમીનનું કામ શરૂ કરવા માટે મંજુરી આપવામાં આવશે.

ફોરસાઈટ ગ્રુપ સર્વિસ લીમીટેડ ભાવનગર બંદરની ઉતર બાજુ સીએનજી ટર્મીનલનાં વિકાસ માટે દરખાસ્ત રજુ કરી હતી જેમાં પ્રવાહિ કાર્ગો ટર્મીનલ, ક્ધટેનર, વાઈટ કાર્ગો ટર્મીનલ-રોરો ટર્મીનલ કાર અને ટ્રકનો સમાવેશ થાય છે.

ફોરસાઈટ ગ્રુપ અને પદમનાભ મફતલાલ ગ્રુપે ભાવનગર બંદર પર કોમ્પ્રેસડ નેચરલ ગેસ સીએનજીનું ઈન્ફ્રાસ્ટ્રકચર કરી બંદરનાં વિકાસમાં વિવિધતા લાવવાની યોજના બનાવી છે અને આ માટે સંઘ પહેલેથી જ સીએનજી આયાત ટર્મિનલ માટે સ્થળ પસંદગીનો અભ્યાસ, ગેસ સપ્લાય કરાર, સીએનજી વહાણ વિકાસ અદ્યયન અને તેનાં જેવી પૂર્વ અમલીકરણ આવશ્યકતાઓને પ્રાપ્ત કરી ચુકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.