ગુજરાતમાં ૧૯ કોલ્ડ ચેઈન અને ૨ મેગા ફૂડ પાર્ક પરિયોજનાને મંજૂરી

બગડી શકે તેવી ઉપજોનો સુરક્ષીત રીતે સંગ્રહ તેમજ સરળતાથી પરિવહન થઈ શકે તે માટે પ્રધાનમંત્રી કિશાન સંપદા યોજના હેઠળ સમગ્ર દેશમાં ૩૯ મેગા ફૂડ પાર્ક અને ૨૯૮ કોલ્ડ ચેઈન નિર્માણને અપાઈ લીલીઝંડી

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં ૩૯ મેગા ફૂડ પાર્ક અને ૨૯૮ એકીકૃત કોલ્ડ ચેઈન પરિયોજનાને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં મૂલ્ય સાંકળની ઉણપ પૂરી કરવા અને કોલ્ડ ચેઈન ગ્રીડ સ્થાપવા માટે આ મંજૂરી આપવામાં આવી છે.

પ્રધાન મંત્રી કિસાન સંપદા યોજના અંતર્ગત સમગ્ર દેશના કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટ્રકચર સ્થાપવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. જેથી બગડી શકે તેવી ઉપજોનું ઉત્પાદનના વિસ્તારોથી વપરાશના વિસ્તારો સુધી કોઈ પણ અવરોધ વગર પરિવહન થઈ શકે. તેની ઘટક યોજનાઓમાં એકીકૃત કોલ્ડ ચેઈન અને મૂલ્ય વર્ધન ઈન્ફ્રાસ્ટ્રકચર, મેગા ફૂડ પાર્ક. બેકવર્ડ અને ફોરવર્ડ લિકેજનું નિર્માણ ખાધ પ્રસંસ્કરણ અને સાવચણીની ક્ષમતાઓનું નિર્માણ વિસ્તરણ એગ્રો પ્રોસેસીગ કલસ્ટર અને ઓપરેશન ગ્રીન્સ સામેલ છે. આ યોજનાઓનું લક્ષ્ય સમગ્ર દેશમાં કોલ્ડ સ્ટોરેજ પ્રાથમિક પ્રસંસ્કરણ અને પરિવહન સુવિધાઓ ઉભી કરવા માટે પ્રોત્સાહન આપીને બાગાયતી અને બિન બાગાયતી પાકોમાં ઉપજ લીધા પછી થતા નુકશાને ઓછુ કરવાનું છે.

પીએમકેએસવાય હેઠળ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ૧ કોલ્ડ ચેઈન, આંધ્રપ્રદેશમાં ૧૫ કોલ્ડચેઈન અને ૩ મેગા ફૂડ પાર્ક, અરૂણાચલ પ્રદેશમાં ૧ કોલ્ડ ચેઈન ૧ મેગા ફૂડ પાર્ક, આસામમાં ૨ કોલ્ડ ચેઈન એક મેગા ફૂડ પાર્ક, બિહાર ૫ કોલ્ડચેઈન, એક ફૂડ પાર્ક, છત્તીસગઢમાં ૩ કોલ્ડચેઈન ૧ મેગા ફૂડ પાર્ક, ગુજરાતમાં ૧૯ કોલ્ડ ચેઈન ૨ ફૂડપાર્ક,હરિયાણામાં ૧૨ કોલ્ડ ચેઈન ૨ ફૂડપાર્ક, હિમાચલ પ્રદેશમાં ૧૬ કોલ્ડ ચેઈન ૧ ફૂડપાર્ક, જમ્મુ અને કાશ્મીરમાં ૭ કોલ્ડ ચેઈન ૧ ફૂડપાર્ક, કર્ણાટકમાં ૧૪ કોલ્ડ ચેઈન ૨ ફૂડ પાર્ક, કેરળમાં ૫ કોલ્ડચેઈન ૨ ફૂડ પાર્ક, મધ્યપ્રદેશમાં ૮ કોલ્ડચેઈન ૨ ફૂડપાર્ક, મહારાષ્ટ્રમાં ૬૪ કોલ્ડચેઈન ૩ ફૂડ પાર્ક, મણીપૂરમાં ૧ કોલ્ડચેઈન ૧ ફૂડપાર્ક, મિઝોરમમાં ૨ કોલ્ડચેઈન ૧ ફૂડપાર્ક, નાગાલેન્ડમાં ૧ કોલ્ડચેઈન ૧ ફૂડપાર્ક, ઓડીસામાં ૫ કોલ્ડચેઈન ૨ફૂડપાર્ક, પંજાબમાં ૨૦ કોલ્ડચેઈન ૩ ફૂડપાર્ક, રાજસ્થાનમાં ૧૧ કોલ્ડચેઈન ૧ ફૂડપાર્ક, તામિલનાડુમાં ૧૮ કોલ્ડ ચેઈન, તેલંગાણામાં ૧૧ કોલ્ડ ચેઈન ૨ ફૂડ પાર્ક, ત્રિપુરામાં ૧ ફૂડ પાર્ક, ઉત્તરપ્રદેશમા ૨૧ કોલ્ડચેઈન ૨ ફૂડપાર્ક, ઉત્તરાખંડમાં ૨૩ કોલ્ડચેઈન ૨ ફૂડપાર્ક, પશ્ર્ચિમ બંગાળમાં ૧૨ કોલ્ડચેઈન ૧ ફૂડ પાર્ક સહિત કુલ ૨૯૮ કોલ્ડચેઈન અને ૩૯ ફૂડ પાર્કની મંજૂરી આપવામા આવી છે.

Loading...