Abtak Media Google News

૨૮૭૯ લોકોને રૂા. ૩૬.૭૬ કરોડની માતબર રકમ લોન પેટે ચૂકવાઇ

રાજકોટ જિલ્લામાં આ આત્મનિર્ભર-૧ યોજના અંગે રાજકોટ જિલ્લા સહકારી રજીસ્ટ્રાર ટી.સી.તીર્થણીએ વિગતો આપતાં જણાવ્યું છે કે ગઇ કાલ તા.૧૪ જુલાઇ સુધીમાં રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર યોજના-૧ હેઠળ કુલ ૩૭૧૦ લોન મંજૂર થઈ છે, જે પૈકી ૨૮૭૯ લોકોને રૂા. ૩૬.૭૬ કરોડ રકમ લોન પેટે ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત આત્મ નિર્ભર-૨ યોજનાના ૧૭ લોન કેસ મંજૂર થયા છે.

મંજુર કરેલ લોન પૈકી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા કુલ ૨૭૧૫, ગોંડલ નાગરિક સહકારી બેંક દ્વારા ૨૯૦, સીટીઝન નાગરિક સહકારી બેંક દ્વારા ૩૮,  જીવન સહક્રારી બેંક દ્વારા ૧૫, પાર્શ્વના બેંક દ્વારા ૪, રાજકોટ જિલ્લા મધ્યસ્થ બેંક દ્વારા ૪૦૦, રાજ બેંક દ્વારા ૬૪ લોન કેસ મંજૂર કરવામાં આવેલ છે. જયારે રાજકોટ કોમર્શિયલ બેંક દ્વારા ૮, વિજય કોર્મશીયલ કો.ઓપ.બેંક દ્વારા ૩૦ લોન કેસ મંજૂર કરવામાં આવેલ છે અને વિવિધ મંડળીઓ દ્વારા ૧૩૩ લોન કેસ મંજૂર કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આત્મ નિર્ભર-૧ યોજનામાં શહેરી નાગરિક સહકારી બેંકો, જિલ્લા મધ્યસ્ સહકારી બેંકો, સામાન્ય શરાફી મંડળીઓ વગેરે મારફત ૧ લાખ રૂપિયાની મર્યાદામાં બિન તારણ લોન આપવામાં આવે છે. જેમાં વ્યાજનો દર માત્ર ૮ ટકા હોય છે. આ ૮ ટકા પૈકી ૨ ટકા લોન લેનારે આપવાના રહેશે અને બાકીના ૬ ટકા રાજયસરકાર તરફથી વ્યાજ સબસિડી પેટે મળવાપાત્ર છે. આ યોજનાનો સમયગાળો ૩ વર્ષનો રહેશે. જે પૈકી પ્રથમ ૬ મહિનાનો સમયગાળો મોરેટીયમ પીરીયડ ગણાશે. જયારે લોન લેનારે બાકીના ૩૦ મહિનામાં વ્યાજ સહિતની રકમ ભરવાની રહેશે. આ યોજના હેઠળ લોનને સ્ટેમ્પ ડયુટી અને પ્રોસેસિંગ ચાર્જમાંથી રાજયસરકારે મુક્તિ આપેલ છે તથા સામાન્ય સંજોગોમાં સહકારી સંસ્થાઓ દ્વારા લોન આપતી વખતે કરવામાં આવતી શેર કપાત પણ થશે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.