Abtak Media Google News

ન્યુ સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા કોર એરિયામાં મળેલી માન્યતા પર ઉપકરણ, ઈન્ફાસ્ટ્રકચર વગેરે દરેક માળખા પર ધ્યાન આપવામાં આવશે

ભારત સરકારના ખેલ મંત્રાલયની ફલેગશીપ-ખેલો ઈન્ડિયા યોજનાથી દેશના બધા રાજ્યો/સંઘ પ્રદેશમાં ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એકશીલન્સની સ્થાપનાની તૈયારી કરવામાં આવે છે. સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ, સેલવાસના (ન્યુ સ્પોર્ટ કોમ્પલેક્ષ) અને કોર એરીયામાં ખેલો ઈન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એકસીલન્સની જાણ કરવામાં આવી છે અને આ સિધ્ધાંતથી મંજૂરી આપવામાં આવી છે અને આ પ્રદેશમાં એક મજબૂત ખેલ પરિસ્થિતિનું તંત્ર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યાદ રહે કે ન્યુ સ્પોર્ટ કોમ્પલેક્ષ અને કોર એરીયાનું ઉદ્ઘાટન બે વર્ષ પહેલા કેન્દ્ર સરકારના તાત્કાલીક ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભારતના દરેક રાજ્યમાં ઉપલબ્ધ સર્વોતમ ખેલ સુવિધશઓને વિશ્ર્વ સ્તર સમાવેશ કરી દેશમાં સુવિધાઓને મજબૂત કરવાની પહેલ કરવામાં આવી છે. જ્યાં દેશભરના ખેલાડીઓને અલગ અલગ પ્રકારે પ્રશિક્ષીત કરવામાં આવશે. આ દેશભરમાં ખેલકુદ પ્રતિભાને આગળ વધારી પ્રશિક્ષીત કરવાનો એક સાચો ઉપાય છે જે બધા પ્રમુખ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને વિશેષ રૂપથી ઓલમ્પીંકમાં દેશ માટે પદક જીતી શકે છે.

પ્રફુલ પટેલના સીધા માર્ગદર્શન અને અથાગ પરિશ્રમથી સેલવાસનાં ન્યુસ પોર્ટ કોમ્પલેક્ષ અને કોર એરીયાને સેન્ટર ઓફ એકસીલેંસ માટે પસંદગી મળતા સંઘ પ્રદેશ દાદરા  અને નગર હવેલી તથર દમણ અને દીવ માટે ગૌરવની વાત છે. આ સેન્ટરમાં ઓલમ્પીંકમાં રમવામાં આવનાર મુક્ય ૧૪ ગેમ્સમાંથી (રમતોમાંથી) ત્રણ રમતોનું તકનીકી અને વૈજ્ઞાનીકરૂપ દ્વારા પસંદગી તેમજ રમતવીરોને તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે.

ખેલ મંત્રાલય સેન્ટર ઓફ એકસીલન્સમાં પ્રેકટીસ કરનાર ખેલ વિષયો માટે ખેલ વિજ્ઞાન અને પ્રધ્યોગીકી સહાયતામાં વાયબીલીટી, ગેપ ફન્ડીંગ પ્રદાન કરશે અને રમત ઉપકરણ વિશેષ કોચ અને ઉચ્ચ પ્રદર્શન પ્રબંધકોની જરૂરીયાતોને પૂરી કરવામાં આવશે. સંઘ પ્રશાસનનો ખેલ વિભાગ સેન્ટરી ઓફ એકસીલન્સને ચલાવશે અને તેને વિશ્ર્વસ્તરીય ખેલ સુવિધામાં બદલવાની ક્ષમતા ધરાવશે અને સેન્ટર ઓફ એકસીલેન્સના દરેક પહેલુ માટે જવાબદાર ગણાશે. જેમાં બોરડીંગ, રોજીંગ અને તેની કાળજી વગેરે સામેલ છે. જ્યારે વિશેષદી જેવા મહત્વ પૂર્ણ ક્ષેત્રો માટે મુખ્ય કોચ, સહાયક કોચ, સ્પોર્ટ સ્ટાફ, ઉપકરણ, ઈન્ફાસ્ટ્રકચરને ખેલો ઈન્ડિયા સ્કીમ દ્વારા વેગ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.