ધ્રોલમાં સામુહિક દુષ્કર્મના અપરાધીઓ સામે ગુજસીકોક લગાવો: ભરવાડ સમાજનું આવેદન

ધ્રોલમાં તાજેતરમાં બે નરાધમો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલ જે જનઘ્ય અપરાધ છે. આવા નરાધમો દ્વારા આવી રીતે જો અપરાધ કરતા રહેશે તો કોઇપણ દિકરીઓ, બહેનો, સલામતી રહેશે નહી અને આ સ્વતંત્ર ભારત દેશની લોકશાહીનું મહત્વ રહેશે નહી, જેથી આવા અપરાધીઓને સખતમાં સખત સજા કરવી અને પીડીત પરીવારને યોગ્ય ન્યાય મળે એવી અરજ કરીએ છીએ અને અમારો માલધારી સમાજ આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.

એક તરફ સરકાર દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવો દ્વારા સૂત્રો દ્વારા સમન્યાય આપવાનું કહેવામાં આવે છે ત્યારે નરાધમો દ્વારા નારીઓનું શોષણ કરવામાં આવે છે.

આ આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢી અને સરભરા કરવા માટે પોલીસને મંજુરી આપવામાં આવે, આરોપી વિરુઘ્ધ ગુજસીકોક અંતર્ગત ગુન્હો દાખલ કરવામાં આવે ઉપરાંત આ આરોપીઓને કયારેક કોઇપણ પ્રકારના જામીન આપવામાં ન આવે તેમજ અગાઉના ગુનાઓમાં આપવામાં આવેલ જામીન તાત્કાલીક રદ કરવામાં આવે વગેરે જેવા મુદ્દાઓ રજુ કરી યોગ્ય કરવા ભરવાડ સમાજ દ્વારા કલેકટરને લેખીત રજુઆત કરવામાં આવી છે.

Loading...