Abtak Media Google News

મેડિકલ એજયુકેશન અને સિવિલમાં ભરતી થયેલા ટેકનિશ્યનના પગારમાં ભેદભાવ કાયમી નિમણુંક કયારે ? ભ્રષ્ટાચારનો ભોગ બનેલાની ભરતી કયારે? જેવા પ્રશ્ર્નોથી ત્રસ્ત બનેલા ટેકનિશ્યનોનો પોકાર

૧ જાન્યુઆરી ૧૯૮૬થી ચોથા પગાર પંચથી લાગુ કરેલા સીવીલ હોસ્પિટલનાં અને મેડિકલ એજયુકેશનમાં ભરતી પામેલા ટેકનિશ્યન વચ્ચે પગાર ધોરણના ભેદભાવ, કાયમી નિમણુંકમાં વર્ષોથી જોવાતી રાહ, અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા ટેકનિશ્યનોની નિમણુંક જેવા પ્રશ્ર્નોના નિકાલ માટે ત્રાસી ગયેલા ૫૦ થી વધુ લેબ ટેકનિશ્યનોએ આજરોજ પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવને રજૂઆત કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

ધ મેડિકલ ટેકનિશ્યન એસોસીએશન ગુજરાત દ્વારા હેલ્થ, મેડિકલ, મેડિનલ એજયુકેશન અને ઈએસઆઈએસ અંતર્ગત નિમણુંક પામેલા લેબ ટેકનિશ્યનો દ્વારા આજરોજ પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડિન ડો. ગૌરવ ધ્રુવને આવેદન પત્ર પાઠવી પડતર પ્રશ્ર્નોની રજૂઆત કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

૧લી જાન્યુઆરી ૧૯૮૬થી ચોથા પગાર પંચ લાગુ થયાબાદ સરખી કામગીરી સરખો હોદો હોવા છતાં સિવિલ હોસ્પિટલના ટેકનિશ્યન અને મેડિકલ એજયુકેશન અંતર્ગત નિમણુંક પામેલા ટેકનિશ્યનના પગાર ધોરણમાં ભેદભાવ જોવા મળે છે. માત્ર શહેરનાં જ ૨૦૦થી વધુ ટેકનિશ્યન આ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે. સાથોસાથ લેબ ટેકનિશ્યનમાં ન થતી નવી નિમણુંકને લઈને પણ આજરોજ ડિનને રજૂઆત કરવામાં આવી હતી.

જયારે ૨૦૧૨-૧૩મા સરકાર દ્વારા લેબ ટેકિનશ્યનની ભરતી માટે ખાનગી સંસ્થાને કામગીરી સોપવામાં આવી હતી. જેમા ભ્રષ્ટાચારમાં પોસ્ટને લાગુ પડતા અને વધુ મેરિટ ધરાવતા ટેકનિશ્યનની ભરતીને બદલે ઓછો બેરીટ ધરાવતા લોકોની નિમણુંક કરવામાં આવી હતી. જેના ભાગરૂપેકોર્ટેતમામમાહિતીઅને પૂરાવા જોઈને વધુ મેરિટ ધરાવતા ટેકનિશ્યનની નિમણુંક કરવાનો દાવો થયો હોવા છતાં ભ્રષ્ટાચારના ભોગ બનેલા ટેકનિશ્યનોની નિમણુંક કરવામાં આવી હતી.

આવા તમામ પ્રશ્ર્નોથી ત્રાહીમામ પોકારેલા ૫૫ જેટલા ટેકનિશ્યનોએ આજરોજ પી.ડી.યુ. મેડિકલ કોલેજ ડિનને રજૂઆત કરવામાં આવી હતી. દિપકભાઈ રાદડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સરકારી પી.ડી.યુ. કોલેજમા લેબોરેટરી આશિસ્ટન્ટ કે ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતો સ્ટાફ વર્ષ ૨૦૧૨-૧૩માં પાંચ વર્ષના સમયગાળા માટે ફિકસ પગાર ધોરણે ભરતી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ૪૫૦ જેટલા ટેકનીશ્યનની ભરતી થઈ હતી. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ કાયમીનો ઓર્ડર આપવાની સરકારનો હુકમ હતો છતાં પાંચ વર્ષ પૂર્ણ થયા ઉપરાંત બે વર્ષે જેટલો સમય ગાળો વિતી ગયો છે. હજુ સુધી કાયમીનો ઓર્ડર આવ્યો નથી ત્યારે જયંતી રવિ મેડમ નીતીનભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું લેખીત તથા મૌખીક રજૂઆત કરેલ છતા કાયમી નિમણુંકનો ઓર્ડર આવેલ નથી તો અત્યારે અને ગાંધી ચીંધ્યા માર્ગે એક કલાક મૌન પાળવા રજૂઆત કરવામાં આવી છે.

મીરાબેન ત્રાડાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગાંધીનગર વારંવાર રજૂઆત કરવામાં આવી છેકે ફીકત પગારમાં કામ કરતા પાંચ વર્ષ થઈ ચૂકયા છે.તેમજ ઉપરાંત બે વર્ષ વિતી જવા પામ્યા છે.પરંતુ હજુ અમને કાયમી નિમણુંક મળી નથી રજૂઆત કરતા અમને જણાવાયું કે થઈ જશે. થઈ જશે પરંતુ હજુ કાયમી નિમણુંક આપો. આત્મ નિરક્ષરતા માટે પણ કાયમી નિમણુંક આપો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.