Abtak Media Google News

આઈફોન યુઝરોની સુરક્ષાના ભાગરૂપે એપલે સેફટી ફીચર્સ અપડેટ કર્યા

મોબાઈલ કંપની આઈફોન એપલની પ્રોડકટસ સ્ટેટસ સિમ્બોલ બની ચુકી છે પરંતુ ગુનાખોરોની તપાસ માટે એપલ કોઈપણ રીતે મદદરૂપ બનશે નહીં. એપલે બુધવારે જાહેર કર્યું હતું કે, ક્રિમીનલ તપાસ માટે જો કોઈ આઈફોન ક્રેક કરવાનો પ્રયાસ કરશે તો તેના તમામ એકસેસ બ્લોક કરી દેવામાં આવશે. સુરક્ષાના ભાગરૂપે એપલ પોતાની પ્રોડકટને વધુ મજબુત અને સેફ બનાવશે. યુઝર દ્વારા તેનો ફોન લોક કર્યાની એક કલાક બાદ ફોનમાં લાઈટનીંગ પોર્ટ શરૂ થઈ જશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અમે અમારા ગ્રાહકોની સુરક્ષા માટે સતત કાર્યશીલ રહીએ છીએ માટે જ અમારી પ્રોડકટમાં સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ૨૦૧૫માં કેલીફોર્નીયાના હુમલાના આરોપીની તપાસ માટે એફબીઆઈએ આઈફોન ફાઈવ સી અનલોક કર્યો હતો. આરોપીએ સન બર્નાન્ડીમાં ૧૪ લોકોને ગોળી ધરબી દીધી હતી માટે તેનો ફોન હેક કરવા માટે એફબીઆઈએ ખાસ પ્રોફેશનલ હેકરો રખાવ્યા હતા. જે હવેથી શકય બનશે નહીં માટે હવે આઈફોન ધારક ગુનેગારોને એપલ મોકળી છુટ આપશે અને અમીર ગુનેગારો બેફામ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.